Botad Poisoned Liquor Case

Botad Poisoned Liquor Case: બોટાદ લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત બાદ, મૃત્યાંક 24એ પહોંચ્યો

Botad Poisoned Liquor Case: તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

બોટાદ, 26 જુલાઇઃ Botad Poisoned Liquor Case: બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે.જો કે,આજે આ લઠ્ઠાકાંડમાં વધુ 8 લોકોના મોત થતાં મૃતાંક વધીને 24 થઈ જવા પામ્યો છે. બીજી તરફ હજી પણ કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે. 

તો વળી આ તરફ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરકાર હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.જેમાં બરવાળા સીએચસી સેન્ટરમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બાકી લોકોનું મોત ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે

આ પણ વાંચોઃ Partha Chatterjee scam case update: AIIMSના રિપોર્ટમાં પાર્થ ચેટરજી એકદમ તંદુરસ્ત, ED એ 14 દિવસની કસ્ટડી માંગી- વાંચો વિગત

આ પણ વાંચોઃ Subway Offers Free Sandwiches: ફેમસ બ્રાન્ડ આખી જીંદગી ફ્રીમાં સેન્ડવીચ ખવડાવશે, નાની શરત પૂરી કરવી પડશે!

Gujarati banner 01