Partha Chatterjee scam case update

Partha Chatterjee scam case update: AIIMSના રિપોર્ટમાં પાર્થ ચેટરજી એકદમ તંદુરસ્ત, ED એ 14 દિવસની કસ્ટડી માંગી- વાંચો વિગત

Partaha Chatterjee scam case update: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીની શાળામાં નોકરી સંબંધિત કથિત કૌભાંડના સંબંધમાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજી ધરપકડ કરવામાં આવી હતી

નવી દિલ્હી, 26 જુલાઇઃ Partha Chatterjee scam case update: ઓડિશાના ભુવનેશ્વર સ્થિત AIIMSએ જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે પરંતુ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.

AIIMSના કાર્યકારી નિર્દેશક આશુતોષ બિસ્વાસે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમે પાર્થ ચેટરજીની પૂરી રીતે તપાસ કરી છે, તેમને કેટલીક જુની બીમારીઓ છે, પરંતુ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.” 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અધિકારીની શાળામાં નોકરી સંબંધિત કથિત કૌભાંડના સંબંધમાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજી ધરપકડ કરવામાં આવી હતી.કથિત કૌભાંડને લઈને ઈડીની તપાસના સંદર્ભમાં ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કથિત કૌભાંડ થયું ત્યારે ચેટર્જી શિક્ષણ મંત્રી હતા. હાલમાં તેઓ રાજ્યના ઉદ્યોગ અને સંસદીય બાબતોના મંત્રી છે

તેમને સોમવારે કોલકત્તા હાઈકોર્ટના નિર્દેશો અનુસાર ‘એર એમ્બ્યુલન્સ’ દ્વારા ઓડિશાની રાજધાની ભુવનેશ્વર લાવવામાં આવ્યા હતા. અહીં EDએ કોર્ટમાં કોર્ટ પાસે 14 દિવસની કસ્ટડીની માંગણી કરી છે.

આ પણ વાંચોઃ Subway Offers Free Sandwiches: ફેમસ બ્રાન્ડ આખી જીંદગી ફ્રીમાં સેન્ડવીચ ખવડાવશે, નાની શરત પૂરી કરવી પડશે!

રાજ્યના ઉદ્યોગ અને સંસદીય બાબતોના પ્રધાન ચેટરજીને કોલકાતાની ટ્રાયલ કોર્ટે સોમવાર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.

તૃણમૂલ કોંગ્રેસે રવિવારે ધરપકડ કરાયેલા પશ્ચિમ બંગાળના પ્રધાન પાર્થ ચેટર્જી વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કેસની સમયબદ્વ તરીકે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

આ સાથે કહ્યું કે, જો કોઈ નેતાએ કંઈ ખોટું કર્યું હોય, તો પક્ષ રાજકીય તેમાં દખલ કરશે નહીં.

મળતી માહિતી પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે 22 જુલાઈના રોજ EDએ રાજ્યના કેટલાક ભાગોમાં દરોડા પાડ્યા હતા અને ચેટર્જીના કથિત નજીકના સહયોગીએક મહિલાના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી.

આ પણ વાંચોઃ Increase in prices of vegetables: અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી શાકભાજીની આવક ઘટતા ભાવ વધારો, 50 થી 60 ટકા ભાવ વધ્યા 

Gujarati banner 01