Building collapsed in Jamnagar

Building collapsed in Jamnagar: ગુજરાતના જામનગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, આટલા લોકોની થઈ મોત…

Building collapsed in Jamnagar: ગુજરાત હાઉસિંગ બોર્ડે લોકોને વારંવાર આ એપાર્ટમેન્ટમાં રહેવા સામે ચેતવણી આપી હતીઃ ડીએન મોદી

અમદાવાદ, 23 જૂનઃ Building collapsed in Jamnagar: ગુજરાતના જામનગર શહેરમાં આજે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકોના ઘાયલ થયાના સમાચાર છે. મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે ગુજરાત હાઉસિંગ બોર્ડે લોકોને વારંવાર આ એપાર્ટમેન્ટમાં રહેવા સામે ચેતવણી આપી હતી કારણ કે તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. ડીએન મોદીએ કહ્યું કે, બચાવ કાર્ય હજુ ચાલુ છે.

મુખ્યમંત્રીએ વળતરની જાહેરાત કરી

આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વળતરની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું, “જામનગરમાં રહેણાંક મકાન ધરાશાયી થવાથી હું ખૂબ જ દુઃખી છું. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો પ્રત્યે હું દિલથી સંવેદના વ્યક્ત કરું છું.

હું ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. રાજ્યના પરિવારજનો મૃતકોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા સરકાર તરફથી મળશે.

આ પણ વાંચો… JAMES indian public school: કુબેરનગર વિસ્તારમાં આવેલી જેમ્સ ઈન્ડિયન પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલની દાદાગીરી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો