JMC yog certificate

Certificate distribution to yoga trainers: યોગ કોચ રાજેશ્રીબેન પટેલ દ્વારા 50 ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણ કરાયું

Certificate distribution to yoga trainers: યોગ કોચ રાજેશ્રીબેન પટેલ દ્વારા 50 ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણ અને નેચરોપેથી વર્કશોપ નું આયોજન કરાયું 

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૪ ડિસેમ્બરઃ
Certificate distribution to yoga trainers: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવેલ યોગમય ગુજરાત અભિયાન માં રાજ્યના બધાજ જિલ્લા તાલુકા અને ગામડાઓમાં યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી ઘર ઘર સુધી યોગ પહોંચે અને લોકો એક તંદુરસ્ત જીવનશૈલી અપનાવે, આ તબક્કે જામનગર જિલ્લાના સિનિયર યોગકોચ રાજેશ્રીબેન પટેલ કે જેઓ ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી સાથે પણ સંકળાયેલા છે, તેમના દ્વારા ગુજરાત યોગ બોર્ડ ની તાલીમ લીધેલા 50 યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણ નો કાર્યક્રમ વાલકેશ્વરીનગરીમાં રાખવામા આવ્યો હતો 

આ કાર્યક્રમમાં યોગ કોચ રાજેશ્રિબેન પટેલ દ્વારા નેચરોપેથી જ્યુસ એન્ડ ડાયટ સિસ્ટમનો વર્કશોપ પણ યોજાયો હતો. જેમાં નેચરોપેથી વિષેની માહિતી પણ આપવામાં આવી જે કાર્યક્રમની વિશેષતા હતી. જેનો લાભ જામનગર ના ટ્રેનરો, સાધકો અને જાહેર જનતાએ લીધો હતો

Certificate distribution to yoga trainers

આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જામનગર મહાનગર પાલિકા ની ગાર્ડન એન્ડ હેલ્થ કમિટીના ચેરપર્સન અને વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ તથા લાયન્સ ક્લબ ના અમરજીતભાઈ આહલુવાલિયા વિગેરે ઉપસ્થિત રહી અને ટ્રેનરોને પ્રોત્સાહિત કર્યા હતા આકાર્યક્રમ માં જામનગર ના જાણીતા યોગ ટીચર રાજુલ વીસરોલિયા,કિરણ પંડ્યા અને યોગ કોચ હર્ષિતા મહેતા હાજર રહ્યા હતા.

  આ પણ વાંચો…Rail Roko Andolan: પંજાબમાં 1600 ગુજરાતીઓ ફસાયા, વૈષ્ણોદેવી દર્શનાર્થે ગયેલા યાત્રાળુઓ પંજાબ રેલ રોકો આંદોલનમાં ફસાયા

Whatsapp Join Banner Guj