Chaitri poonam celebrate in ambaji

Chaitri poonam celebrate in ambaji: ચૈત્રી પૂનમને લઇ અંબાજી ખાતે ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું…

Chaitri poonam celebrate in ambaji: વહેલી સવારથી જ અંબાજી મંદિર પરિષર બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 06 એપ્રિલ: Chaitri poonam celebrate in ambaji: આજે ચૈત્રી પૂનમ છે અને શ્રદ્ધાળુઓમાં બાધા આંખડી રાખનારા ભક્તોમાં બાધા પુરી કરવા ચૈત્રી પૂનમનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આજે ચૈત્રી પૂનમને લઇ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવાર થી જ અંબાજી મંદિર પરિષર બોલ માડી અંબે જય જય અંબે ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં મંગળા આરતી પણ 7 વાગે ના બદલે 6 વાગે કરાઈ હતી જેનો મોટી સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો.

આજે અનેક શ્રદ્ધાળુઓ માથે ગરબા લઇ પગપાળા અંબાજી પોતાની બાધા પુરી કરવા પહોંચ્યા હતા ત્યારે કેટલાક ભક્તો લાંબી ધજા લઇ અંબાજી મંદિર માં ધજારોહણ કર્યું હતું આમતો બાર મહિના ની સૌથી મોટી પૂનમ ભાદરવા ની પુનમ મનાય છે પણ હવે ચૈત્રી પૂનમે પણ મોટી પૂનમ નો દરજ્જો પ્રાપ્ત કર્યો છે ત્યારે અનેક ભક્તો દંડવત કરતા પણ માં અંબા ના મંદિરે બાધા પુરી કરવામાટે પહોંચ્યા હતા.

અંબાજી મંદિર માં શ્રદ્ધાળુઓ ને ગરમી માં રાહત મળી રહે તે માટે અમુલ ની છાશ નું નિઃશુલ્ક વિતરણ શરુ કરવામાં આવ્યું હતું જેનો પણ ભક્તો એ મોટી સંખ્યા માં લાભ લીધો હતો આજે ચૈત્રી પૂનમ ની સાથે હનુમાન જયંતિ પણ હોવાથી હનુમાનજી ના મંદિરે વિવિધ વ્યાજનો ના અન્નકૂટ ભોગ ધરાવી વિશેષ આરતી કરવામાં આવી હતી જેમાં પણ મોટી સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

જોકે ખાસ કરી ને અંબાજી આવેલા તેજસ ધોળકીયાએ જણાવ્યુ હતુ તે એમ પી ના બાઘેક્ષ્નર ધામ ના સંતે જે હિન્દુ રાષ્ટ્ર બનાવવાની મુહીમ ચાલુ કરી છે તેનેમ આજ થી અમે ગુજરાત માં શરુ કરિશુ

આ પણ વાંચો: 30 people arrested in paper leak case: જુનિયર ક્લાર્ક પેપર લીકકાંડ મામલે ATSની મોટી કાર્યવાહી, આટલા લોકોની કરી ધરપકડ….

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો