Mosquito borne disease case

chikungunya and dengue disease spread: રાજ્યના આ શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો આતંક, બે મહિનામાં 500થી વધુ કેસ- વાંચો વિગત

chikungunya and dengue disease spread:કોરોનાની સેકન્ડ વેવના પ્રકોપથી થાકેલા લોકો હવે થોડાક હળવા બન્યા છે અને તેમના ચહેરા પર ફરી રોનક આવી આવી છે તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ આતંક ફેલાવ્યો છે

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ chikungunya and dengue disease spread: ચોમાસાના દિવસોમાં હજારો અમદાવાદીઓને વિવિધ બીમારીઓથી ત્રાહીમામ થઈ જાય છે તેમાં કોઈ વાદવિવાદને અવકાશ રહેતો નથી. કોરોનાની સેકન્ડ વેવના પ્રકોપથી થાકેલા લોકો હવે થોડાક હળવા બન્યા છે અને તેમના ચહેરા પર ફરી રોનક આવી આવી છે તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ આતંક ફેલાવ્યો છે. આ બીમારીઓના સૌથી વધુ કેસ સરખેજ, જોધપુર, રાણીપ અને નવરંગપુરામાં જોવા મળી રહ્યો છે. તેમાય ખાસ તો પશ્ચિમ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાથી લોકો ત્રાહિમામ છે.

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ભરડોશહેરનો પૂર્વ વિસ્તાર ડેન્ગ્યુથી ત્રાસી ઊઠ્યો છે. લાંભા, વટવા, ઇસનપુર, રામોલ, હાથીજણ, ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા, વસ્ત્રાલ, ઓઢવ જેવા વોર્ડમાં ડેન્ગ્યુના દર્દીઓ રાડ પાડી ઊઠ્યા છે તો ચિકનગુનિયાએ પશ્ચિમ અમદાવાદને તેની લપેટમાં લીધું છે. બીજા અર્થમાં સમગ્ર અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ પકડ જમાવતાં મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલ, ખાનગી દવાખાનાં મચ્છરજન્ય રોગચાળાના દર્દીથી ઊભરાઈ રહ્યાં છે.અમદાવાદના આ વિસ્તારો ‘હોટસ્પોટ’પશ્ચિમ અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચિકનગુનિયાના અજગરી ભરડામાં ગોતા, થલતેજ અને બોડકદેવ વોર્ડ આવી ચૂક્યા છે. આ ત્રણે વોર્ડમાંછેલ્લા દોઢ મહિનામાં ચિકનગુનિયાના 100થી વધુ સત્તાવાર કેસ નોંધાઈ ચૂક્યા છે. અન્ય બે વોર્ડ ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં 30થી વધુ સત્તાવાર કેસ થયા છે.

આ પણ વાંચોઃ Gujarat Police: દારૂના અડ્ડાઓને શોધી કાઢવા ગુજરાત પોલીસે લીધી ડ્રોન કેમેરાની મદદ- વાંચો શું છે મામલો?

આમ આખા ઉત્તર-પશ્ચિમ ઝોન પર ચિકનગુનિયાનો કાળો પડછાયો પ્રસર્યો છે.જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ, જોધપુર અને વેજલપુરમાં પણ ચિકનગુનિયાના દર્દી વધતા જાય છે. બોડકદેવ, થલતેજ અને જોધપુર વોર્ડમાં વહેંચાયેલા બોપલ-ઘુમાવાસીઓ પણ ચિકનગુનિયાના ઉપદ્રવથી પરેશાન છેચિકનગુનિયાના 500થી વધુ સત્તાવાર કેસ – ચોમાસાના છેલ્લા બે મહિના એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શહેરમાં તંત્રના ચોપડે ચિકનગુનિયાના 500થી વધુ સત્તાવાર કેસ ભલે નોંધાયા હોય, પરંતુ બિનસત્તાવાર રીતે ત્રણથી પાંચ હજાર કેસ થઈ ચૂક્યા છે.

બીજી તરફ મ્યુનિ. હેલ્થ વિભાગ મચ્છરજન્ય રોગચાળાનો પ્રકોપ અમદાવાદમાં સતત વધી રહ્યો હોઈ અઠવાડિયામાં એક વાર મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરે તેમ શાસક ભાજપ પણ ઇચ્છે છે. આજે મળનારી હેલ્થ કમિટીમાં ચેરમેન ભરત પટેલ આ મુદ્દો ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાની અઠવાડિક અખબારી યાદી પણ બંધ કરાઈ છે.

આ પણ વાંચોઃ Rupal Palli: નોમના દિવસે રૂપાલ પલ્લીમાં થશે 30 હજાર કીલો કરતા વધુ ઘી નો અભિષેક- વાંચો વિગત

Whatsapp Join Banner Guj