world arthritis day

World Arthritis Day: દુનિયામાં 100 જેટલા પ્રકારના આર્થરાઇટિસ પ્રચલિત છે: જાણો આ રોગ વિશે…

World Arthritis Day: આ રોગના સમયસર નિદાન અને સારવારની આવશ્યકતા સમજાવવા અને લોકોમાં જાગૃતિ કેળવવા દર વર્ષે ૧૨ મી ઓકટોબરના રોજ વિશ્વ આર્થરાઇટિસ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.એટલે આજે મંગળવારે જાગૃતિ કાર્યક્રમો દ્વારા તેની ઉજવણી થશે.

આજે વિશ્વ આર્થરાઇટિસ જાગૃતિ દિવસ

વડોદરા, ૧૨ ઓક્ટોબર: World Arthritis Day: દુનિયાનો સહુથી વધુ પ્રચલિત અને વિશ્વના લગભગ તમામ ભાગોમાં જોવા મળતો કોઈ રોગ હોય તો તે આર્થરાઇટિસ છે.આ રોગ શરીરના એક કે વધુ સાંધાઓને અસર કરે છે, તેમાં દુઃખાવો પેદા કરે છે અને એક અહેવાલ અનુસાર વિશ્વમાં વિવિધ ૧૦૦ પ્રકારના એટલે કે માનવ શરીરના જુદાં જુદાં સાંધાને પ્રભાવિત કરતા અને તેની કાર્યક્ષમતા ઘટાડતા આર્થરાઇટિસ જોવા મળે છે. સાંધાની વિકૃતિ દ્વારા રોગીઓની કાર્યશક્તિ ઘટાડતા અને ભારે પીડા આપતાં આ રોગના સમયસર નિદાન અને સારવારની આવશ્યકતા સમજાવવા અને લોકોમાં જાગૃતિ કેળવવા દર વર્ષે ૧૨ મી ઓકટોબરના રોજ વિશ્વ આર્થરાઇટિસ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.એટલે આજે મંગળવારે જાગૃતિ કાર્યક્રમો દ્વારા તેની ઉજવણી થશે.

આ વર્ષે તેના માટે do not delay: connect today: time to work ના હાર્દરૂપ વિષય સાથે તેની ઉજવણી થશે.તેનો અર્થ એવો કરી શકાય કે આર્થરાઇટિસ એટલે કે સાંધાના દુઃખાવાનું નિદાન કરાવવામાં વિલંબ ના કરો,જાગૃત થવા અને સારવાર કરાવો.૧૯૯૬ થી આ દિવસ ઉજવવામાં આવે છે. સામાન્ય ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે કામ કરવાની ક્ષમતા ઘટાડતી સર્વ સામાન્ય શારીરિક વિકૃતિ અથવા ગેર વ્યવસ્થા જે પ્રાથમિક તબક્કે અથવા રોગ આગળ વધવાની સાથે સાંધાને,તેની કાર્યક્ષમતાને પ્રભાવિત કરે છે.

આ પણ વાંચો…Rupal Palli: નોમના દિવસે રૂપાલ પલ્લીમાં થશે 30 હજાર કીલો કરતા વધુ ઘી નો અભિષેક- વાંચો વિગત

એવું કહેવાય છે કે આ દુનિયાનો સૌથી પ્રચલિત રોગ છે અને એક રિપોર્ટ અનુસાર દર ચોથો વ્યક્તિ એની પીડા ભોગવે છે. સાંધાનો દુઃખાવો, હલનચલનમાં મુશ્કેલી,અસરગ્રસ્ત ભાગમાં રતાશ આવવી,સોજો વગેરે તેના પ્રાથમિક લક્ષણો છે. એલોપેથી ની સાથે આયુર્વેદમાં પણ તેના લક્ષણો, કારણો અને નિવારણ ની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આમ તો ઉંમર વધવાની સાથે આ રોગનો પ્રભાવ જોવા મળે છે. પરંતુ, કેટલાક પ્રકારના આર્થરાઇટિસ યુવાવસ્થામાં પણ થાય છે અને એક રિપોર્ટ અનુસાર વિશ્વના ૩ લાખ જેટલાં બાળકો તેનાથી પીડાય છે. તેના દર્દીને દૈનિક જીવનમાં રોજિંદા કામો કરવામાં મુશ્કેલી પડે છે અને આ રોગ રોજગારી ગુમાવવાનું કારણ પણ બને છે.

તેના કારણોમાં ખોટી ફૂડ હેબિટ,અનિયંત્રિત વજન,ખામી ભરેલી ઉઠવા બેસવાની રીતો ઇત્યાદિનો સમાવેશ થાય છે.સારવાર અને દવાની સાથે નિષ્ણાતની સલાહ પ્રમાણે વ્યાયામ,ખોરાકી આદતો અને જીવનશૈલીમાં સુધારો રાહત આપે છે. સયાજી હોસ્પિટલ જેવી મોટી સરકારી હોસ્પિટલોના ઓર્થોપેડીક વિભાગમાં આ રોગના નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે.

Whatsapp Join Banner Guj