Chinese cord caught from mahisagar

Chinese cord caught from mahisagar: રાજ્યમાં ચાઈનીઝ દોરી પર સૌથી મોટી રેડ, અહીંથી જપ્ત થયો 21 લાખનો જથ્થો…

Chinese cord caught from mahisagar: મહીસાગર જિલ્લાના બાલાસિનોર જીઆઈડીસીમાંથી પ્રતિબંધિત ચાઈના દોરીનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

અમદાવાદ, 06 જાન્યુઆરી: Chinese cord caught from mahisagar: ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર જીઆઈડીસીમાંથી પ્રતિબંધિત ચાઈના દોરીનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ટ્રક ભરેલો જેટલો ચાઈના દોરીનો જથ્થો મળીને 21 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે, પરંતુ આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે. આવામાં સવાલ એ થઇ રહ્યો છે કે, આટલો મોટો ચાઈના દોરીનો જથ્થો કોની રહેમ નજર હેઠળ ગુજરાત સહિત મહીસાગર જિલ્લામાં ઘૂસાડવામાં આવ્યો હતો?

ઉતરાયણનો તહેવાર નજીક હોવાથી મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં દોરી પતંગનું વેચાણ શરૂ થઇ ગયું છે. જેને લઇને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈના દોરી વહેંચતા વેપારીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે, આમ છતાં પણ બજારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી વિવિધ વિસ્તારોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

મહીસાગર, વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં બાલાસિનોર વિસ્તારમાંથી મોટી માત્રમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવતા બાલાસિનોર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં મકરસંક્રાંતિના તહેવારને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં પોલીસ પણ આ તહેવારને લઈને સતર્ક જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેર ઠેર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડી પાડવામાં આવી રહી છે, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ સામે મહીસાગર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાલાસિનોર પોલીસને બાતમીના આધારે મોટી સફળતા મળી છે. બાલાસિનોર ખાતે આવેલી જીઆઈડીસીના ગોડાઉનમાં રેડ કરતાં 21 લાખથી વધુની ચાઇનીઝ દોરી ઝડપાઇ છે. પોલીસે 12542 નંગ ફીરકીઓ ઝડપી પાડી છે.

જીઆઈડીસીના ગોડાઉનમાં રેડ કરતાં અલગ-અલગ બ્રાન્ડની ચાઈના દોરીનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજીત એક આઈસર ટેમ્પો અને છકડો ભરાય તેટલો ચાઈના દોરીનો જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જિલ્લામાં એટલો બધો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો આવ્યો ક્યાંથી, તે એક મોટો સવાલ છે.

સાથે 12542 નંગ ફીરકીઓ સહિત કુલ 21,28,180 લાખનો મુદ્દામાલ ઝડપી પડ્યો છે. આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યું, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે આરોપી ઈદ્રીસ શેખ ફરાર થવામાં સફળ થયો છે, પરંતુ બાલાસિનોર પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: International kite festival 2023: ગુજરાતભરના શહેરોમાં યોજાશે રાજ્યનો પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023