chinese dori

Chinese dori: ચાઇનીઝ દોરીએ લીધો 4 વર્ષીય બાળકીનો લીધો જીવ

Chinese dori: મહેસાણા: ચાઇનીઝ દોરીએ લીધો 4 વર્ષીય બાળકીનો લીધો જીવ, લોહિયાળ બન્યો તહેવારનો દિવસ

મહેસાણા, 14 જાન્યુઆરી: Chinese dori: ગુજરાતમાં આજે ઉતરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, અને રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આ દોરી લોકોના જીવ લઈ રહી છે. મહેસાણામાં આજે ચાઇનીઝ દોરીના કારણે એક 4 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. ત્યારે તહેવારના દિવસે મૃતકનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે.

ગુજરાતમાં આજે ઉતરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, અને રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં આ દોરી લોકોના જીવ લઈ રહી છે. મહેસાણામાં આજે ચાઇનીઝ દોરીના કારણે એક 4 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. ત્યારે તહેવારના દિવસે મૃતકનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે.

મહેસાણામાં વિસનગરના કડા દરવાજા નજીકની આ ઘટના બની છે. અહીં 4 વર્ષીય માસૂમ બાળકીને ચાઈનીઝ દોરી વાગી અને તેનું મોત થયું છે, ત્યારે પરિવાર પર દુખોનો પહાડ આવી પડ્યો છે. માહિતી અનુસાર, જયારે માતા પોતાની બાળકીને ઉચકીને જઈ રહી હતી, એ સમયે ચાઇનીઝ દોરી બાળકીના ગળામાં વાગી હતી. મૃતક બાળકીનું નામ કિસ્મત ઠાકોર છે.

આ પણ વાંચો:Phone Free Zone Terrace: ફોન ફ્રી ઝોન ટેરેસ જાહેર કરી પતંગ ઉડાડ્યા, ટેક્નોલોજીના જમાનામાં પરિવારોને એક કરવાનો પ્રયાસ​​​​​​​

ત્યારે બીજી તરફ વડોદરામાં પણ ચાઇનીઝ દોરીએ એક 35 વર્ષના યુવકનો જીવ લીધો છે. માહિતી અનુસાર વડોદરામાં દશરથ બ્રિજ પર આ ઘટના બની છે. જેમાં પતંગનો દોરો યુવકના ગળામાં અટવાયો હતો અને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. એ પછી તેમનું મોત નીપજ્યું હતું. આ પહેલા શુક્રવારે પણ વડોદરામાં આવી જ એક ઘટના ઘટી હતી, પણ સદનસીબે યુવકનો જીવ બચી ગયો હતો.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો