f47347d6 a4a3 4304 af98 c36d15817cd5

Civil Hospital ખાતે કોરોના મહામારીમાં રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરનાર ફ્રંટલાઇન વોરીયર્સની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી

Civil Hospital

અહેવાલઃ અમિત ચૌહાણ

અમદાવાદ,12 ફેબ્રુઆરીઃ કોરોની મહામારીમાં અગણિત કોરોના વોરીર્યસે(Civil hospital) કોરોના સામે બાથ ભીડીને તેને ધોબીપછાડ આપવા માટે દિવસ રાત મહેનત કરી છે. જેના પરિણામ સ્વરૂપ જ આજે કોરોનાનો કહેર ઓછો થયો છે.અમદાવાદ શહેરમાં પણ ઘણા તબીબો અને ફ્રંટલાઇન કોરોના વોરીયર્સે રાઉન્ડ ધ ક્લોક દર્દીનારાયણની સેવા-શુશ્રુષા કરીને કોરોનાને કાબૂ મેળવાવાના પ્રયાસ કર્યા છે જેમાં જવલંત સફળતા મળી છે.

55536ace 084c 43d6 9ad6 1697c9da9731


આ કોરોના વોરીયર્સની નોંધ લઇને ઘણી સેવા ભાવી સંસ્થાઓ કોરોના વોરીયર્સના જુસ્સાને બિરદાવવા આગળ આવી છે.અમદાવાદ સ્થિત સેવાભાવી સંસ્થા “જન વિકાસ” દ્વારા અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલ(Civil Hospital)માં કાર્યરત કોરોના વોરીયર્સની કામગીરીનો સર્વે કરીને પરિણામ સ્વરૂપ અમદાવાદ શહેરમાં અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલની પસંદગી કરીને તેમની કામગીરીને બિરદાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

d25fc463 e541 401d a4b2 3850467e98b8


તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સની કામગીરીનું સન્માન કરવા અને તેમની સેવા-શુશ્રુષાને બિરદાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના અસ્મિતા ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Whatsapp Join Banner Guj


આ કાર્યક્રમમાં કોરોના મહામારી દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્થિત કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની સેવા-શુશ્રુષામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઇકર્મીઓની કર્તવ્યનિષ્ઠાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

535e9f72 1c38 43ae 9960 d6f4b475e6d1 edited


આ સેવાભાવી સંસ્થા દ્વારા કોરોના વોરીયર્સના કામગીરીની યશ ગાથા દર્શાવતું પુસ્તક તૈયાર કરીને સિવિલ હોસ્પિટલને ભેંટ કરવામાં આવ્યુ હતુ. જેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા કરતા પોતે સંક્રમિત થયેલ તમામ કેટેગરીના હેલ્થકેર વર્કરોની કામગીરીનો ચિતાર અને તેમના જુસ્સાનો સહર્ષ વર્ણન કરવામાં આવ્યુ છે જેનં વાંચન કરતા -કરતા ઘણાંય તબીબો સંવેદનશીલ બન્યા હતા.

99344b7a 80fa 498d abec e4b17fc3976e


આ પ્રસંગે જનવિકાસ સંસ્થાના સભ્યો, સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી, એડિસનલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ, ડૉ. રાકેશ જોષી સહિત ઉચ્ચ તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Civil Hospital

આ પણ વાંચો…

ઇશા ગુપ્તા(isha gupta)ના ફોટો થયા વાયરલ, ઇન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધૂમ