rainy sky

Climate change: અમરેલી પંથકમા બે દિવસથી હવામાનમા બદલાવ આકાશમા વરસાદી વાદળો છવાયા

Climate change: છેલ્લા બે દિવસથી અમરેલી તથા આસપાસના વિસ્તારમા આકાશ ગોરંભાયેલુ નજરે પડે

અમદાવાદ, 25 મે: Climate change: અમરેલી પંથકમા પાછલા બે દિવસથી હવામાનમા સ્પષ્ટ બદલાવ જોઇ શકાય છે. ચોમાસુ બેસવાને હજુ વાર છે પરંતુ પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થતા આકાશમા વરસાદી વાદળો જોઇ શકાય છે. બીજી તરફ આ વિસ્તારના ખેડૂતોએ વરસાદ પડે તે પહેલા વાડી ખેતરો ઠીકઠાક કરી વાવણી માટેની પુર્વ તૈયારી શરૂ કરી છે.

છેલ્લા બે દિવસથી અમરેલી તથા આસપાસના વિસ્તારમા આકાશ ગોરંભાયેલુ નજરે પડે છે. ચોમાસુ બેસવાને હજુ વાર છે પરંતુ તે પુર્વે પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થઇ છે. જેના ભાગરૂપે આકાશમા વાદળોની હડીયાપાટી ચાલુ થઇ છે.

અમરેલીમા સવારથી જ આકાશમા છુટાછવાયા વાદળો નજરે પડયા હતા. દિવસ દરમિયાન વાદળોની આવનજાવન ચાલુ રહી હતી. બપોરના સમયે છુટોછવાયો વરસાદ તુટી પડે તેવા વાદળો પણ જોવા મળ્યાં હતા. જો કે વરસાદ પડયો ન હતો. આસપાસના સાવરકુંડલા, ખાંભા, ધારી, બાબરા, લાઠી પંથકમા પણ આ પ્રકારનુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો..Yasin Malik sentenced to life imprisonment: ટેરર ફંડિગ કેસમાં દોષિત યાસિન મલિકને આજીવન કેદની સજા

વાદળો આવવાની સાથે સાથે તાપમાનમા ઘટાડો થયો છે અને બફારો વધ્યો છે. છેલ્લા સપ્તાહમા અહી તાપમાન 42 ડિગ્રી કરતા વધુ હતુ. પરંતુ હવે બે દિવસથી મહતમ તાપમાન 38 થી 39 ડિગ્રી આસપાસ રહે છે. 4 થી 5 ડિગ્રીના ઘટાડાએ લોકોને ગરમીમાથી રાહત આપી છે.

બીજી તરફ ખેડૂતોએ વરસાદ પડવાનુ શરૂ થાય તે પહેલા વાડી ખેતરો ઠીકઠાક કરવાનુ શરૂ કરી દીધુ છે. જમીનમા હળ હાંકી લીધા છે. શેઢા પાળા પણ ઠીકઠાક કર્યા છે. એટલુ જ નહી ખેડૂતોએ બિયારણ અને ખાતરની ખરીદી પણ શરૂ કરી દીધી છે.

અમરેલી જિલ્લામા મુખ્યત્વે કપાસ અને મગફળીનુ વાવેતર થાય છે. કપાસનુ બિયારણ ખેડૂતો બજારમાથી ખરીદે છે. જયારે મગફળીનુ બિયારણ બજારમાથી ખરીદવાની સાથે સાથે પોતે જાતે પણ તૈયાર કરે છે.

વરસાદની શરૂઆત એકાદ પખવાડીયા કરતા વધુ સમય પછી થઇ શકે છે. પરંતુ આ વિસ્તારના જગતના તાતે આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે.

Gujarati banner 01