d3a58d56 bf34 4deb a297 294d46d27cec

જન સેવાઃ આંબાવાડી વિસ્તારમાં “આંબાવાડી ચેરીટેબલ કલીનીક”(clinic) શરુ કરવામાં આવ્યું, માત્ર આટલા ઓછા રુપિયામાં થશે સારવાર

  • ગરીબ પરિવારને સારવાર મળી રહે તે હેતુસર મીની હોસ્પિટલ(clinic)ની કરવામાં આવી શરૂઆત
  • કોરોના કાળમાં સામન્ય બીમારી ધરાવતા લોકો માટે શરૂ કરવામાં આવી મીની હોસ્પિટલ
  • કોરોના કાળમાં 4 ડોકટરની માનવ સેવાથી ફકત 10 રુપિયાના દરે દર્દીને અપાઈ છે સારવાર
  • જનસેવા એ જ પ્રભુસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પડ્યું

અમદાવાદ, 13 મે: clinic : દેશમાં કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે.કોરોના કાળમાં અનેક લોકો હેરાન પરેશન થઇ રહ્યા છે.કોરોના સંક્રમણ મધ્યે હોસ્પિટલથી લઈને સ્મશાન સુધીના વેઈટીંગ જોવા મળી રહ્યા છે .આ કપરી પરિસ્થિતિમાં કોરોનાની સાથે સામાન્ય બીમારીના કેસમાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. પરંતુ કોરોનાના ભયના કારણે સામાન્ય લોકો તો ઠીક મોટા ભાગના ડોકટરો પણ દર્દીને શક્ય એટલા અંતરથી મળીને બીમારીની સારવાર કરતા હોય છે. ત્યારે પહેલાથી જ જનસેવામાં કાર્યરત સેવાભાવી વ્યક્તિ દ્વારા અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં “આંબાવાડી ચેરીટેબલ કલીનીક”(clinic) શરુ કરવામાં આવ્યું છે.

Whatsapp Join Banner Guj

આ વિસ્તારની આસપાસ અનેક ગરીબ પરિવાર મોટી માત્રામાં વસવાટ કરે છે. કોરોના કાળમાં સામાન્ય બીમારીથી પીડાતા લોકો પીસાય નહી તેમજ ડાયાબીટીસ અને બીપી જેવી બીમારી ધરાવતા લોકોને સમયસર રૂટીન દવા અને સારવાર મળી રહે તે હેતુસર રમેશભાઈ ભલાભાઈ મકવાણાએ રંગવર્ષા સોસાયટીમાં પોતાનાં આખા બંગલાની અંદર મીની હોસ્પિટલ(clinic)ની શરૂઆત કરવાની સાથે સાથે કોરોના કાળમાં ડોક્ટરની ગેરહાજરીને ધ્યાનમાં લઇ સવાર સાંજ 4 ડોકટરની માનવ સેવાથી ફકત 10 રુપિયાના દરે દર્દીને સારવાર આપવાનો સેવા યજ્ઞ શરુ કર્યો છે.

ADVT Dental Titanium

કોરોના સંક્રમણ વચ્ચે આંબાવાડી ચેરીટેબલ કલીનીકમાં સામાન્ય બીમારીથી પીડાતા લોકોને સારવાર આપવામાં આવે છે તેની સાથે સાથે ફ્રી ઓફ ચાર્જ દર્દીને દવાઓ ,ઇન્જેક્સન અને ઓક્સીજન આપી યોગ્ય સારવાર આપવામાં આવે છે.કોઈ ગંભીર દર્દીની સારવાર માટે બેડ સાથે બોટલ ચડાવી શકાય તેવી પણ મીની હોસ્પિટલ(clinic)માં સુવિધાઓ ઉભી કરી સમાજમાં માનવતા મહેકાવતુ ઉત્તમ ઉદાહરણ રમેશભાઈ મકવાણાએ પુરુ પાડેલ છે.આમ તેમણે દેશમાં વર્ષોથી પ્રચલિત જનસેવા એ જ પ્રભુસેવા ને ખરા અર્થમાં સાર્થક કરી છે.

આ પણ વાંચો…

રાજ્ય સરકારે સ્મશાનગૃહોના અદના કર્મચારી(corona Worries)ઓ માટે લીધો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય- વાંચો આ માહિતી