hadvad wall collops 2

CM announce: હળવદ GIDC ખાતે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાયની CMએ કરી જાહેરાત

CM announce: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને શાન્તવના આપી

ગાંધીનગર, 18 મેઃ CM announce: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની જી.આઇ.ડી.સી માં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે

મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી છે. તેમણે મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે
આ પણ વાંચોઃ Atmaram bhide die: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ‘આત્મારામ ભીડે’નું અવસાન થયું? વાંચો શું છે હકીકત

મુખ્યમંત્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચોઃ Halvad Wall Collapsed: હળવદ GIDCમાં મીઠાના કારખાનાની દીવાલ ધસી પડતાં 12 મજૂરોના મોત, કેટલાક દટાઇ ગયા- મૃતકઆંક ઉંચો જવાની આશંકા

Gujarati banner 01