Do not play loudspeakers in Surat: સુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ- રાત્રિના 10થી સવારના 6 વાગ્યા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવું નહી

Do not play loudspeakers in Surat: 1૦.૦૦ વાગ્યાથી સવારના 6 :૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન હોર્ન, ધ્વની, પ્રદુષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, ફટાકડા ફોડવા અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં

સુરત, 18 મેઃ Do not play loudspeakers in Surat: સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થા બરકરાર રહે તે માટે એક જાહેરનામા અન્વયે જરૂરી હુકમો બહાર પાડયા છે. જે મુજબ રાત્રે ૧૦.૦૦ વાગ્યાથી સવારના ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન હોર્ન, ધ્વની, પ્રદુષણ પેદા કરતા બાંધકામ અંગેના સાધનો, ફટાકડા ફોડવા અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.

આ ઉપરાંત, નિયત કરેલા ધ્વનિ પ્રદુષણ નિયમો અન્વયે ધ્વનિની માત્રાના ધોરણે લાઉડ સ્પીકરોનો ઉપયોગ કરવાનો રહેશે. આ ઉપરાંત હોસ્પિટલો, શૈક્ષણિક, સંસ્થાઓ, અદાલતો કે ધાર્મિક સ્થળોની આજુબાજુના ૧૦૦ મીટરના ધેરાવામાં માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી દુભાય તેવા ઉચ્ચારણો કે ગાયનો માટે માઈક સીસ્ટમનો ઉપયોગ કરવો નહી.

આ પણ વાંચોઃ CM announce: હળવદ GIDC ખાતે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાયની CMએ કરી જાહેરાત

સક્ષમ અધિકારીની પરવાનગી આપેલી હોય તે સિવાય કોઇ પણ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા કે ટ્રાફિકને અડચણ થાય તેવા કૃત્યો કરવા નહી. ડી.જે. સીસ્ટમની એમ્બીઅન્ટ એર કવોલીટી સ્ટાન્ડર્ડ હોવી જોઇએ. માઈક સીસ્ટમ વગાડવા માટે નિયત શરતોને આધીન અધિકૃત અધિકારી પાસેથી લેખિત પરવાનગી મેળવી છુટછાટ લઇ શકાશે. આ જાહેરનામાનો અમલ તા.૧૭/૦૭/૨૦૨૨ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ પણ વાંચોઃ Atmaram bhide die: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ‘આત્મારામ ભીડે’નું અવસાન થયું? વાંચો શું છે હકીકત

Gujarati banner 01