Kejriwal 4 2

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(CM Arvind kejariwal) ગુજરાતની મુલાકાતે, બપોરે 3 કલાકે સભા સંબોધીને સુરતવાસીઓનો આભાર વ્યક્ત કરશે!

CM Arvind kejariwal

સુરત, 26 ફેબ્રુઆરીઃ ગુજરાતની 6 મહાનગર પાલિકામાં કેસરીયો લહેરાયો છે, પરંતુ સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને પણ મત આપીને ઘણી બેઠકો જીતાડી છે. આ કારણે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના રાજનીતી શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ દિલ્હીના સીએમ(CM Arvind kejariwal) પણ ગુજરાતની મુલાકાતે છે.

નોઁધનીય છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરાવાલ(CM Arvind kejariwal) સુરત પહોંચી ગયા છે.અને તેઓ બપોરે 3:00 વાગે સુરતના વરાછા મીનીબઝાર માનગઢ ચોકથી રોડ-શો માં જોડાશે. મીની બજારમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રોડ શો શરૂ કરીને સરથાણા ખાતે જાહેર સભા અને સંબોધિત કરશે.

રોડ શોની શરૂઆત મીનીબજાર માનગઢ ચોક સ્થિતી સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ આપી હિરાબાગ, રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા, સરથાણા જકાતનાકા સુધી રોડ-શો યોજીને  બાદમાં જનસભાને સંબોધિત કરશે. જે બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 7:00 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા નિકળી જશે.

Whatsapp Join Banner Guj

સુરત મહાપાલિકામાં 27 બેઠક સાથે વિપક્ષમાં બેસનારા આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પાયા નાખી દીધા છે..ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં છે..તેઓ સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા તે સમયે મોટી સંખ્યામાં આપના કાર્યકરો અને તેમના સમર્થકો પહોંચ્યા..એરપોર્ટ પર તેમનું સ્વાગત થયુ હતુ..તેઓ એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચી ત્યાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક કરવા જઈ રહ્યા છે.

સુરત મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કરેલા સારા દેખાવથી 27 બેઠકો મેળવી છે.અને વિપક્ષમાં સ્થાને મેળવ્યુ છે..ત્યારે  અરવિંદ કેજરીવાલ સુરતીઓનો આભાર વ્યક્ત કરવા માટે ખુદ આવી ગયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ અરવિંદ કેજરીવાલની નજર હવે વિધાનસભાની ચૂંટણી ઉપર છે. કેજરીવાલ સુરતની મુલાકાત વખતે જ વિધાનસભાના બીજ વાવીને જશે. સાથે જ ચૂંટાયેલા કાઉન્સિલરોને પણ માર્ગદર્શન આપશે જેથી તેઓ પણ પ્રજાના કામ સારી રીતે કરી શકે અને સ્વચ્છ રાજનીતિ કરવા અંગે માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો…

મોદી સ્ટેડિયમમાં જીત બાદ વિરાટ કોહલીએ આ ગુજરાતી ખેલાડી(Gujarati player)ને લઇને આપ્યું આવુ નિવેદન, કહ્યું: ગુજરાતીઓ મને આશ્ચર્યમાં મુકી દે છે