school student edited

શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઇમ ટેબલ(Exam time table) કર્યું જાહેર, વાંચો કઇ તારીખે ક્યા વિષયની લેવાશે પરીક્ષા

Exam time table

ગાંધીનગર, 26 ફેબ્રુઆરીઃ ઓનલાઇન એજ્યુકેશન બાદ હવે ઓફલાઇન ક્લાસ શરૂ થઇ ગયા છે. સ્કૂલોમાં ધોરણ 6થી 12ના વર્ગો શરૂ થઇ ગયા છે ત્યારે એવામાં રાજ્ય સરકારે પરીક્ષાને લઇ મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓએ પરીક્ષા(Exam time table) આપવાની રહેશે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરીને પરીક્ષા લેવાનો આદેશ કર્યો છે. જેમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી યોજાશે. જેમાં ગુજરાતી, વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવાશે. જેમાં તમામ સ્કૂલોમાં એક જ પ્રશ્નપત્ર રહેશે. બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને કોમન પ્રશ્નપત્ર આપવામાં આવશે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવામાં આવશે.

Whatsapp Join Banner Guj

પરીક્ષાનો કાર્યક્રમ નીચે મુજબ (Exam time table)

તારીખસમયધોરણવિષય
15 માર્ચસવારે 11થી 1ધોરણ 3-5ગણિત
16 માર્ચસવારે 11થી 1ગુજરાતી (પ્રથમ ભાષા)
બપોરે 2થી 5(દ્વિતિય ભાષા)
ધોરણ 3-5ગુજરાતી
17 માર્ચ સવારે 11થી 1
બપોરે 2થી 5
ધોરણ 3-5
ધોરણ 6-8
પર્યાવરણ
વિજ્ઞાન
18 માર્ચ સવારે 11થી 1
સવારે 2થી 5
ધોરણ 5
ધોરણ 6-8
હિન્દી
સામાજીક વિજ્ઞાન
19 માર્ચ સવારે 11થી 1
સવારે 2થી 5
ધોરણ 5
ધોરણ 6-8
અંગ્રેજી
અંગ્રેજી
20 માર્ચ
21 માર્ચ
સવારે 8થી 11
સવારે 11થી 2
ધોરણ 6-8
ધોરણ 6-8
હિન્દી
સંસ્કૃત

નોંધનીય છે કે, જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હશે તે મુજબ જ સ્કૂલો દ્વારા પ્રશ્ન પત્ર તૈયાર કરાશે. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા જાહેર કરેલ 70 % અભ્યાસક્રમ તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણદીઠ ગુણભારની વિગતો મુજબ પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે.

આ પણ વાંચો…

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(CM Arvind kejariwal) ગુજરાતની મુલાકાતે, બપોરે 3 કલાકે સભા સંબોધીને સુરતવાસીઓનો આભાર વ્યક્ત કરશે!