despite rise in covid 19 cases death rate remains low gujarat cm

ચિંતાની જરુર નથી, સાવચેતી રાખવાની જરુર છે હજી કોરોનાના કેસ વધી શકે છે, સંજીવની રથની સગવડમાં વધારવામાં આવીઃ CM Rupani, વાંચો વધુમાં શું કહ્યું…

હાઇકોર્ટના નિર્દેશ પર સાંજે ગાંધીનગર ખાતે યોજાશે બેઠક: સીએમ વિજય રુપાણી(CM Rupani)

CM Rupani

સુરત, 06 એપ્રિલઃ સુરતમાં સતત વધતા કોરોના સંક્રમણને લઇ રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Rupani) સુરત આવી પહોંચ્યા છે. સીએમ સાથે નાયબ મુખ્યમંત્રી, ગુજરાત ભાજપ અધ્યક્ષ, આરોગ્ય મંત્રી સહિતના અનેક લોકો ત્યાં હાજર છે. મુખ્યમંત્રી રૂપાણી(CM Rupani) દ્વારા સુરત સેવા સદન ખાતે તાત્કાલીક કોરોના સંક્રમણને લઇ બેઠક યોજવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુરતમાં કોરોના સંક્રમણને જોતા સીએમ રૂપાણી કેટલાક મહત્વના નિર્ણયો લઇ શકે છે.

ADVT Dental Titanium

હાઇકોર્ટની નિર્દેશ બાદ મુખ્યમંત્રી(CM Rupani)એ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી. પણ સાવચેતી રાખવાની તેટલી જ જરૂર છે. તેટલા માટે જ વેક્સિનેશન આપણે વધાર્યું છે. હાલમાં ગુજરાતમાં રોજનાં 4 લાખથી વધારે લોકોનું રસીકરણ થઇ રહ્યું છે. 

Whatsapp Join Banner Guj

70 લાખ લોકોને રસી અપાઇ ચુકી છે. ઝડપથી વેક્સિન અપાવા લાગે અને બીજો રાઉન્ડ પણ 40 દિવસે પુર્ણ થાય તે આપણા માટે મોટી સારવાર આપણા હાથમાં આવી છે. જે અગાઉના દિવસોમાં આ હથિયાર નહોતું. વેક્સિન બધા લગાવે તેવી હું અપીલ પણ કરૂ છું. આ ઉપરાંત માસ્ક એ કોરોનાથી બચવાનો સૌથી મોટો ઉપાય છે. જે લોકો માસ્ક પહેરે છે તે પૈકી 98 ટકા લોકો કોરોનાથી બચી જાય છે. માસ્ક અને વેક્સિન આપણી પાસે બે શશ્ત્રો છે. સરકારની જવાબદારી છે કે કોરોનાનુ સંક્રમણ તે ઓછામાં ઓછઆ લોકોને થાય તે માટે આપણે ટેસ્ટિંગ વધાર્યું છે. અગાઉ 60 હજારની આસપાસ ટેસ્ટિંગ કરતા હતા. જે હવે વધારીને ડબલ કરી દીધું છે.  જેટલા કેસ મળે તેની ઝડપી સારવાર મળે તેવો પ્રયાસ છે. ટેસ્ટિંગ પછી ટ્રેસિંગ પર પણ ખુબ જ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેથી કોરોના જ્યાં ક્યાંય પણ હોય તેને સાફસુફ કરી શકાય. જેને પોઝિટિવ કેસ આવ્યા તેની સારવાર ઝડપથી થાય તેના માટે સરકારે 104ની વ્યવસ્થા કરી છે. કોઇને તેમ લાગે કે શરદી તાવ છે તો સરકાર તરફથી ડોક્ટર અને વાન ત્યાં પહોંચશે અને સારવાર ચાલુ થઇ જશે. સંજીવની રથ પણ આપણે શરૂ કર્યા છે. જેને હોમ ક્વોરન્ટાઇન છે તેમના માટે સંજીવની છે.

આ પણ વાંચો…

કોરોના વચ્ચે આવતી PI ની પરીક્ષાને લઈને GPSC એ લીધો મોટો નિર્ણય, કોવિડ પોઝિટિવ ઉમેદવારોને પરીક્ષાની બીજી તક મળશે