CM Pashupalak 3

CM Rupani: તાઉતે વાવાઝોડાથી બાગાયતી પાકો-ઉર્જા-વીજળી ક્ષેત્રને થયેલી નુક્સાનીનો સર્વે યુદ્ધના ધોરણે હાથ ધર્યો છે: સીએમ રૂપાણી

CM Rupani: ‘‘રાજ્ય સરકારના આગોતરા આયોજન, સમયસૂચક વ્યવસ્થાઓ અને નાનામાં નાના કર્મચારીથી માંડી સૌ કર્મયોગીઓ દિવસ-રાત સતત ફરજ રત ખડેપગે રહ્યા તેના પરિણામે સદનસીબે કોઇ મોટી ખૂવારી થઇ નથી’’

ગાંધીનગર, 26 મેઃ CM Rupani: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ‘તાઉતે’ વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે ઉપાડી છે.એટલું જ નહિ, આ તિવ્ર વાવાઝોડાને પરિણામે માર્ગો, વીજળી, ખેતીવાડી ક્ષેત્રમાં જે નુકશાન થયું છે ત્યાં રિસ્ટોરેશનની કાર્યવાહી પણ ત્વરાએ શરૂ થઇ ગઇ છે.મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ વાવાઝોડા તેમજ પ્રવર્તમાન કોરોના સંક્રમણ સંદર્ભમાં થયેલી ચર્ચાઓ અને નિર્ણયો તથા રાજ્ય સરકારની કામગીરીની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

  • રાજ્ય સરકારના આગોતરા આયોજન-સમયસૂચક વ્યવસ્થાઓ અને ટિમ ગુજરાતની દિવસ-રાત ખડે પગે કામગીરીને પગલે વાવાઝોડામાંથી મોટી હાનિ-નુક્સાન વગર ગુજરાત પાર ઉતર્યું
  • અસરગ્રસ્ત થયેલા રસ્તા-માર્ગો પૈકીના બધા જ માર્ગો વાહનવ્યવહાર યોગ્ય થયા- કોઇ ગામ ડિસક્નેકટેડ નથી
  • રાજ્યમાં ૧૦૪૪૭ ગામોમાંથી ૯૯૦૦થી વધુ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત-૪૫૦ ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલુ
  • અસરગ્રસ્ત સવા બે લાખ લોકોને ૧૦ કરોડ કેશડોલ્સ ચૂકવાઇ
  • ઘરવખરી સહાય ૧૫ હજાર પરિવારોને ચૂકવી અપાઇ- રવિવાર સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે
  • બાગાયતી પાકોના ઘારાશયી વૃક્ષો-ઝાડ પૂર્ન-સ્થાપનનો રાજ્ય સરકારનો નવતર અભિગમ ‘ઝાડ પડી ગયું છે ત્યાં જ ઝાડ
  • આ અંગે એકશન પ્લાન ઘડી વનમહોત્સવ અન્વયે મોટા પાયે વૃક્ષારોપણ કરાશે
  • પ્રથમવાર કૃષિ વૈજ્ઞાનીકો ફિલ્ડમાં જઇ બાગાયતી વૃક્ષોના પૂન: સ્થાપન માટેનું માર્ગદર્શન આપશે
  • કૃષિ વૈજ્ઞાનિકો સાથેની જોઇન્ટ બેઠક બાદ રાજ્ય સરકાર એકશન પ્લાન ઘડશે
  • વીજ થાંભલા – સબ સ્ટેશનો-વાયરને થયેલ વ્યાપક નુકશાન પૂર્વવત કરવા વધારાનો મેનપાવર કાર્યરત
  • ૩૬ નગરોમાં રાત્રિ કરફયુનો સમય રાત્રિના ૯ થી સવારના ૬ નો રહેશે
Whatsapp Join Banner Guj

નાયબ મુખ્યમંત્રી :-

  • અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરાતા સર્વેની વિગતો મુજબ રાજ્ય સરકારે સહાયની ચુકવણી શરૂ કરી છે

કૃષિ મંત્રીઃ

  • નાળિયેરી-આંબા-લીંબુ જેવા બાગાયતી પાકોના અંદાજે ૧૬.૪ર લાખ ઝાડ-વૃક્ષોને નુકશાનનો અંદાજ
  • નુકશાની સર્વેની ૮૬ ટકા કામગીરી પૂર્ણ થઇ -૪૩૭ ટિમો સર્વે માટે કાર્યરત

ઊર્જા મંત્રી :-

  • રિસ્ટોરેશન કામગીરીમાં વોટરવર્કસ-કોવિડ હોસ્પિટલો-ઓક્સિજન પ્લાન્ટ અને મોબાઇલ ટાવરને પ્રાધાન્ય આપ્યું છે
  • માત્ર ૪ કોવિડ હોસ્પિટલો ડી.જી. સેટથી વીજળી મેળવે છે ર૯૧માં સ્થિતી પૂર્વવત
  • અસરગ્રસ્ત જિલ્લાઓમાં તમામ ર૬ ઓક્સિજન પ્લાન્ટમાં વીજપુરવઠો રિસ્ટોર થઇ ગયો
  • વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત ર૩૦ વીજ સ્ટેશનોમાંથી મોટાભાગના પૂર્વવત થયા
  • રાજ્યની વીજ પ્રવહન કંપનીઓની ૪૦ ટિમના પ૦૦થી વધુ કર્મીઓ સહિત ૩પ૦૦ ઉપરાંત કર્મીઓ વીજ પુરવઠો પૂન: પ્રસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કર્તવ્ય રત
  • ૧ લાખ ૧૬ હજાર વીજ થાંભલાઓ – ૪૮૦૧ ખેતીવાડી વીજ ફિડરોને અસર-૩પ૪૭ પર વીજપુરવઠો પૂન: પ્રસ્થાપિત કરી દેવાયો
  • તિવ્ર અસરગ્રસ્ત અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ જિલ્લાઓમાં ૧૦૦૬ ટિમો ૬૯૦૦ ઉપરાંત વીજ કર્મીઓ તત્કાલ વીજપુરવઠો બહાલ કરવા કાર્યરત


મુખ્યમંત્રીએ (CM Rupani) કહ્યું કે ગત તા. ૧૭મી મે થી તા.૧૮મી મે એમ સતત ર૪-ર૬ કલાક રર૦ કિ.મી. પ્રતિકલાકથી માંડી ૬૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે ફંકાતા પવન સાથે ગુજરાતને ચીરીને આ તિવ્ર વાવાઝોડું પસાર થયું હતું. ‘‘રાજ્ય સરકારના આગોતરા આયોજન, સમયસૂચક વ્યવસ્થાઓ અને નાનામાં નાના કર્મચારીથી માંડી સૌ કર્મયોગીઓ દિવસ-રાત સતત ફરજ રત ખડેપગે રહ્યા તેના પરિણામે સદનસીબે કોઇ મોટી ખૂવારી થઇ નથી’’ એમ જણાવતાં વિજયભાઇ રૂપાણીએ ટિમ ગુજરાતને આવી ઉત્કૃષ્ટ ફરજ નિષ્ઠા માટે અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ વાવાઝોડાના બીજા જ દિવસે તા.૧૯મી મે એ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા અને રૂ. ૧૦૦૦ કરોડની તત્કાલ સહાય જાહેર કરી તે માટે કેન્દ્ર સરકારનો પણ આભાર વ્યકત કર્યો હતો.

આ પણ વાંચો….મોટી જાહેરાત: 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ(night curfew )ના સમયમાં ફેરફાર, આવતી કાલથી લાગુ