Sonu sood

આંધ્રની કોલેજે પોતાના આર્ટ્સ અને હ્યુમેનિટિઝ ડિપાર્ટમેન્ટને આપ્યું સોનુ સૂદનું નામ,એક્ટરે કહ્યું- આ જીવનનું મોટું સન્માન છે

Sonu sood

અમદાવાદ,03 ડિસેમ્બરઃ છેલ્લા 9 મહિના દરમિયાન સોનુને જેટલો પ્રેમ અને સન્માન આખા દેશમાંથી મળ્યું છે. હવે આંધ્ર પ્રદેશના વિજયવાડાની સરતચંદ્ર કોલેજના આર્ટ એન્ડ હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટનું નામ સોનુ સૂદ પરથી રાખવામાં આવ્યું છે. આ વાતથી સોનુ ભાવુક થઇ ગયો છે. આ વાતની જાણ થતા સોનુએ કહ્યું કે, આ મારી જિંદગીનો સૌથી ખુશી અને ગર્વ કરવાનો સમય છે.

સોનું સુદે કોલેજમાં પોતાનું નામ જોઇને કહ્યું કે, મારાં માતા પ્રોફેસર હતાં. તેમણે ઘણાં બાળકોને ફ્રીમાં ભણાવ્યાં હતા. તેઓ હંમેશાં બાળકો માટે કામ કરવા માગતા હતાં. તેઓ મને હંમેશા કહેતા હતા કે, સોનુ જ્યારે તું તારા પરિવારની સાથે કોઈ એક વ્યક્તિને ભણવામાં મદદ કરે છે ત્યારે આવનારી પેઢીને ફાયદો થાય છે. આ તેમનું સપનું હતું અને હવે તેમનું સપનું હું જીવી રહ્યો છું.

whatsapp banner 1

વધુમાં સોનુએ જણાવ્યું કે, કોલેજ એક એવી જગ્યા છે જે સૌથી વધારે સંખ્યામાં IAS અને IPS ઓફિસર દેશને આપે છે. ડિપાર્ટમેન્ટને મારું નામ આપવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. હું જાણું છું કે આ બધું જોઇને માતા ખુશ થશે. મારાં માતા-પિતા વિચારતા હશે કે તેમણે મારો ઉછેર સારી રીતે કર્યો છે. મારું માનવું છે કે દેશમાં સ્વાસ્થ્ય સુવિધા અને એજ્યુકેશન પર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. હું હવે તેનો એક ભાગ છું. હજુ બહુ લાંબો રસ્તો કાપવાનો છે.