college student

College vacation: રાજ્યમાં શાળા બાદ કોલેજમાં માટે પણ વેકેશન જાહેર, વાંચો ક્યારથી શરુ થશે નવું સત્ર…

ગાંધીનગર, 02 મેઃ ગુજરાતની શાળાઓ બાદ ગઇ કાલના રોજ કોલેજોમાં પણ ઉનાળો વેકેશન(College vacation)ની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે કરેલી જાહેરાત મુજબ તમામ સરકારી ખાનગી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 1લી મેથી 5 જૂન સુધી ઉનાળું વેકેશન આપવામાં આવશે.

College vacation

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગ દ્વારા પોસ્ટ લોકડાઉનમાં યુનિવર્સિટીઓ કોલેજો ફરી શરૂ કરવા માટે વખતોવખત માર્ગદર્શક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લે પરિપત્રથી કોરોના વાયરસના વધતાં અને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શિક્ષણ વિભાગ હસ્તકની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજો(College vacation)માં 30 એપ્રિલ 2021 સુધી તમામ ભૌતિક શિક્ષણકાર્ય મોકૂફ રાખવા સૂચનાઓ આપવામાં આવેલ હતી.

College vacation

આમ આ તમામ યુનિવર્સિટીઓની કોલેજોમાં ભૌતિક શિક્ષણકાર્ય વર્ગખંડ શિક્ષણ સ્થગિત છે. જેથી તાજેતરમાં કોરોના વાયરસના વધતી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા વિભાગ હસ્તકની તમામ સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન સરકારી-ખાનગી, ગ્રાન્ટેડ કોલેજોમાં 1મેથી 5 જૂન સુધી વેકેશન(College vacation) જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો…

સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞમાં સેવાભાવી સંસ્થા જોડાઇ, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ નિહાળી દર્દીનારાયણની સેવા માટે ગાડી ભેટ(gift for covid patient) આપી..!