Tandav Controversy

તાંડવ વેબ સીરિઝના કલાકારોની મુશ્કેલીમાં થયો વધારોઃ યુપીથી 4 અધિકારીઓની ટીમ મુંબઈ રવાના, આ લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Tandav Controversy

નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ વેબ સીરીઝ તાંડવના નિર્દેશક અને ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. UP પોલીસની એક ટીમ મુંબઈ માટે રવાના થઈ છે. પોલીસ વેબ સીરીઝના નિર્દેશકની પુછપરછ કરશે જ્યારે તે પહેલાં લખનૌના હઝરતગંજમાં આ વેબ સીરીઝ સામે ફરિયાદ નોંધાઈ છે. લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મી મુંબઈ માટે રવાના થયાં છે. આ પોલીસની ટીમ વેબ સીરીઝના નિર્માતાઓ અને કલાકારોની પુછપરછ કરશે.

Whatsapp Join Banner Guj

લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરફથી એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના હેડ, વેબ સીરીઝ તાંડવના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યૂસર હિમાંશુ કૃષ્ણ મેહર અને રાઈટર ગૌરવ સોલંકી સામે કલમ 153A, 295, 505 (1)(b), 505(2), 469, 66, 66f, 67 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે, તાંડવ વેબ સીરિઝમાં ધાર્મિક અને જાતીય વગેરે ભાવનાઓને ઠેસ પહોંચડતાં અમુક દ્રશ્યોને લઈને વિરોધ કરાઈ રહ્યો છે. જેના સંબંધમાં આપત્તિજનક કન્ટેન્ટને હટાવી દેવું યોગ્ય રહેશે.

GEL ADVT Banner

ઉલ્લેખનિય છે કે, શુક્રવારે રીલીઝ થયેલી વેબ સીરીઝમાં કથિત રીતે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડનારો સીન છે. વેબ સીરીઝ સામે ફરિયાદ નોંધાતા ચાર પોલીસ અધિકારી તપાસ માટે મુંબઈ રવાના થયાં છે. તાંડવ વેબ સીરિઝના વિવાદને લઈ દિલ્હીમાં આજે સૂચના પ્રસારણ મંત્રાલયમાં બેઠક થઈ હતી. સરકાર અગાઉ જ જાહેર કરી ચૂકી છે કે OTT પ્લેટફોર્મ પર રેગ્યુલેશન કોડ બનાવવામાં આવે.

આ પણ વાંચો…
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ માણ્યું ગીતા રબારીનું ગીત, જુઓ વીડિયો