kangna edited

તાંડવ વિવાદને લઇ કંગનાએ અલી અબ્બાઝ ઝફર પર નિશાન ટાંકતા કહ્યું- અલ્લાહની મજાક ઉડાવવાની હિંમત છે?

kangna edited

બોલિવુડ ડેસ્ક, 19 જાન્યુઆરીઃ સૈફ અલી ખાન સ્ટાર તાડવ નામની વેબ સિરિઝને લઇને ઘણા વિવાદ ચાલી રહ્યાં છે. વેબ સિરિઝમાં હિન્દુઓના ઇષ્ટ દેવ ભગવાન શિવનું અપમાન કરનામાં આવ્યું છે. જેથી ઘણા લોકો આ વેબ સિરિઝનો વિરોધ કરી રહ્યાં છે. તેવામાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પણ ટ્વિટ દ્વારા તાંડવ વિવાદ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

હકીકતમાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર અલીઅબ્બાસ જફરને કહ્યું કે, ક્યારે પોતાના ધર્મ પર ફિલ્મ બનાવીને પછી માફી માંગજો…બધી અભિવ્યક્તિની આઝાદી અમારા જ ધર્મની સાથે કેમ? જેને રિટ્વિટ કરતાં કંગનાએ લખ્યું કે, માફી માંગવા માટે ક્યાં બાકી રહેશે? તેઓએ તરત જ ગળું કાપી નાખ્યું, જેહાદી દેશોએ ફતવો હટાવ્યા, લિબ્રુ મીડિયાને વર્ચુઅલ લિંચિંગ બનાવે છે, તમને ફક્ત જીવથી મારી નાંખવામાં આવશે નહીં, પરંતુ તે મૃત્યુ પણ ન્યાયી ઠેરવશે, અલી અબ્બાઝ ઝહર અલ્લાહની મજાક ઉડાવવાની હિમ્મત છે?

Whatsapp Join Banner Guj

બીજા ટ્વિટમાં કંગનાએ કહ્યું, ગદ્દારી અને વફાદારી લોહીમાં જ હોય છે, હું ખુશ છું કે હું અખંડ ભારતની અખંડિતતા માટે લડનારા લડવૈયાઓની લોહીમાંથી આવું છું….. હું હિન્દુ ન હોત તો પણ મેં રાષ્ટ્રવાદી થવાનું પસંદ કર્યું હોત. અમે તેવામાં નથી આવતા કે જે થાડીમાં ખાય તેમાં જ છેદ કરે…જય હિંદ

કંગનાએ ટ્વિટમાં લખ્યું કે, સમસ્યા માત્ર હિન્દુ ફોબિક કન્ટેન્ટની નથી, તે સર્જનાત્મક રીતે ગરીબ અને વંચિત, અત્યાચારી અને વાંધાજનક પણ છે દરેક સ્તરે તેથી જાણી જોઈને વિવાદાસ્પદ દ્રશ્યો મૂકવામાં આવ્યા છે. તેમને ફક્ત ગુનાહિત ઇરાદા માટે જ નહીં પરંતુ દર્શકોને તાંડવ વેબઝરીઝ પર ત્રાસ આપવા માટે પણ તેમને જેલમાં મૂકો.

GEL ADVT Banner

આ પણ વાંચો….

તાંડવ વેબ સીરિઝના કલાકારોની મુશ્કેલીમાં થયો વધારોઃ યુપીથી 4 અધિકારીઓની ટીમ મુંબઈ રવાના, આ લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ