chintan shivir dwarka

Congress chintan shivir: જેમની સામે લડાઈ લડવાની છે તે સત્યના વિરોધી છે અને જુઠ્ઠુ બોલવામાં અને જુઠ્ઠુ ફેલાવવામાં નિષ્ણાંત છે: જગદીશ ઠાકોર

Congress chintan shivir: ચિંતન શિબિરના બીજા દિવસે ૨૬ ફેબ્રુઆરીએ કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધ દ્વારકા આવશે. ભગવાન દ્વારકાધીશના દર્શન – આશીર્વાદ બાદ સૌને માર્ગદર્શીત કરશે: ડૉ. રઘુ શર્મા

દ્વારકા, 25 ફેબ્રુઆરી: Congress chintan shivir: દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરનાં પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ પક્ષનું શિર્ષત્વ નેતૃત્વએ ભગવાન દ્વારકાધીશની પૂજા – અર્ચના કરી આશીર્વાદ લીધા. ગુજરાતના તાલુકા – જીલ્લામાંથી ૫૦૦થી વધુ ડેલીગેટ શિબિરમાં જોડાયા હતા. કોંગ્રેસની ચિંતન શિબિરના પ્રથમ દિવસે યુક્રેન – રશિયા યુદ્ધ મુદ્દે ઠરાવ પસાર કરાયો, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની પરિસ્થિતિ નાજુક છે ત્યારે યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી અને ભારતીયોની ચિંતા કરી તમામને સલામત પરત લાવવા માટે સરકાર વ્યવસ્થા કરે તેવો ઠરાવ પસાર કર્યો હતો.

દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં ગુજરાતના નાગરિકોને સ્પર્શતા જુદા જુદા ૧૮ મુદ્દાઓની વિષયવાર આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે વિવિધ ૧૦ જુથોમાં ડેલીગેટોને વહેચવામાં આવ્યા હતા. જેમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, કોરોના મહામારી, ખેડૂતો – ખેતીની સમસ્યા, આર્થિક અવ્યવસ્થા, શહેરી સમસ્યા સહિતના ૧૮ જેટલા મુદ્દાઓ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પ્રથમ દિવસે ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે આગામી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષ આંદોલનાત્મક, આક્રમક, કાર્યક્રમ કરવાનું ચિંતન શિબિરમાં નક્કી કરવામાં આવ્યું. આ સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ – આગેવાનોની ચર્ચા મંથન બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ચિંતન શિબિરના ત્રીજા દિવસે કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણી માટે ‘વિઝન ડોક્યુમેન્ટ – દ્વારકા ડેક્લેરેશન’ જાહેર કરશે. ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ પક્ષનું શિર્ષત્વ નેતૃત્વએ સેવાદળ દ્વારા આયોજીત ધ્વજ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દ્વારકા ચિંતન શિબિરના (Congress chintan shivir) પ્રથમ દિવસે ઉદઘાટક તરીકે સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ભારતમાં દરેક ભાષા અને જાતિના લોકો વસે છે. વિવિધતામાં એકતા ભારતની તાકાત છે. ભાજપા કેટલુ મોટુ પાપ કરી રહી છે, દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જે ૧૨ વર્ષ અંગ્રેજો સામેની લડાઈમાં જેલમાં ગયા એમના વિષે મન ફાવે તેવા આક્ષેપો કરીને જનતાના મનમાં ધૃણાનું વાતાવરણ ઉભુ કરી રહી છે. પ્રધાનમંત્રી પદ પર રહીને ઈન્દિરા ગાંધી દેશની એકતા અને અખંડિતતા માટે શહિદ થયા.

Congress Chintan shivir, dwarka

સાંપ્રદાયિક વિચારો સાથે ભાજપાનો ઉદય થયો છે. વિભાજનની રાજનીતિ કરતી ભાજપા દેશના નાગરિકોને ગુમરાહ કરી રહી છે. વિકાસના નામે મોટી મોટી વાતો કરતી ભાજપા સરકારમાં મોંઘવારી હોય કે બેરોજગારી આસમાને છે. ત્યારે વિકાસ કોનો થયો ? ગરીબો વધુમાં વધુ ગરીબ થઈ રહ્યાં છે અને ભાજપાના સાથી ઉદ્યોગપતિઓ વધુ અમીર થઈ રહ્યાં છે. કોંગ્રેસ પક્ષના કાર્યકરો માટે ચૂંટણી હોય કે ન હોય પણ ચિંતન શિબિર સતત થવી જોઈએ અને તાલીમ શિબિર પણ થવી જોઈએ.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના કાર્યકર, હોદ્દેદારો, આગેવાનો સૌ એકઠા થઈ ત્રણ દિવસ ચિંતન કરવાના છે. ચિંતન શિબિરના બીજા દિવસે ૨૬ ફેબ્રુઆરીએ કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારકા આવશે. ભગવાન દ્વારકાધીશના દર્શન – આશીર્વાદ બાદ સૌને માર્ગદર્શીત કરશે. અસત્ય – સત્ય, ધર્મ – અધર્મની લડાઈમાં જીત હંમેશા સત્ય અને ધર્મની થાય છે. સંખ્યા હંમેશા ગૌણ હોય છે. કોંગ્રેસ પક્ષ એ લાખો કાર્યકરોની પાર્ટી છે. ગુજરાતમાં ભાજપ સરકારને વર્ષ – ૨૦૧૭ માં પાંચ વર્ષ માટે જનાદેશ આપવામાં આવ્યો હતો. તો કેમ ચાર વર્ષમાં આખે આખી સરકાર બદલવી પડી તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. લચ્છેદાર ભાષણથી કોઈને સુવિધા કે સેવા મળતી નથી. ભાજપ સરકારે નવા ચહેરાવાળી સરકાર બદલી પરંતુ રીમોટ કન્ટ્રોલ હજુ પણ ૧૦૮ કેસ ધરાવતા વ્યક્તિના હાથમાં છે.

Russia Ukraine War: રશિયન સેના યુક્રેનની રાજધાનીમાં પ્રવેશી, તોપમારો યથાવત- ગમે ત્યારે કિવ પર કબજો કરી શકે છે!

દ્વારકા ચિંતન શિબિરના પ્રથમ દિવસે અધ્યક્ષ સ્થાનેથી શીબીરાર્થીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જેમની સામે લડાઈ લડવાની છે તે સત્યના વિરોધી છે અને જુઠ્ઠુ બોલવામાં અને જુઠ્ઠુ ફેલાવવામાં નિષ્ણાંત છે. ચિંતન શિબિરમાં ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, પૂર્વ સાંસદઓ અને પક્ષના પદાધિકારીઓ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ મુદ્દાઓને, પ્રવર્તમાન સમસ્યાઓને સાથોસાથ આગામી દિવસોમાં કોંગ્રેસપક્ષે રાજ્યની જનતા માટે હક્ક – અધિકાર અને ન્યાયની લડત માટે કઈ રીતે આગળ વધી શકાય તેની સમગ્ર દિવસ દરમ્યાન ચર્ચા કરવામાં આવી. વર્તમાન પ્રશ્નોની સાથે સાથે ભવિષ્યના પડકારોની પણ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી હતી. ભાજપા સત્તા માટે કોઈપણ હદે નિમ્ન સ્તરે જઈ શકે છે. ભાજપાની વિચારધારા તોડવાની છે ત્યારે કોંગ્રેસની વિચારધારા જોડવાની છે. કોંગ્રેસ પક્ષ ૧૮૮૫ માં સ્થાપના થઈ ત્યાર પછી અનેક તડકા અને છાયડા કોંગ્રેસ પક્ષે જોયા પણ કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ જનતાના આશીર્વાદથી આ દેશમાં ભારત નિર્માણની પ્રક્રિયામાં સતત કામ કરતા રહ્યાં અને જરૂર પડી ત્યારે બલીદાન આપતા રહ્યાં.

દ્વારકા ખાતે આયોજીત ત્રીદીવસીય ચિંતન શિબિરના પ્રથમ દીવસે જુદા જુદા ૯ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય આનંદ ચૌધરી, શહેરી વિકાસના મુદ્દે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર અને વડોદરા મ્યુનિ. કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવત, ડૉ. જીતુભાઈ પટેલ, ડૉ. હેમાંગ વસાવડા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડીયા, ઈમ્તિયાઝ કાદરી સહિતના આગેવાનોએ વિવિધ જુથોમાં થયેલી ચર્ચાઓના મુખ્ય મુદ્દાઓ ચિંતન શિબિરમાં ઉપસ્થિત ૫૦૦ થી વધુ ડેલીગેટ સમક્ષ રજુ કર્યા હતા.

દ્વારકા ચિંતન શિબિરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ, અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, સોશ્યલ મીડીયાના રાષ્ટ્રીય અધ્યક્ષ રોહન ગુપ્તા, એ.આઈ.સી.સી.ના મંત્રી અને સંગઠન સહપ્રભારી ડૉ. બિશ્વરંજન મોહંતી, જીતેન્દ્ર બઘેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા મોહનસિંહ રાઠવા, પરેશ ધાનાણી, પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. તુષાર ચૌધરી, સાંસદ અમીબેન યાજ્ઞિક, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ તથા તમામ સેલ ડીપાર્ટમેન્ટના વડાઓ, ધારાસભ્યઓ, તમામ ડેલીગેટઓએ સમગ્ર દિવસ દરમ્યાન ચર્ચામાં સક્રિય ભાગીદારી કરી હતી અને આગામી દિવસોમાં રાજ્યની જનતા માટે કોંગ્રેસ પક્ષની પ્રતિબધ્ધતા અંગે ‘‘દ્વારકા ડેકલેરેશન – રોડમેપ’’ માટે શીબીરાર્થીઓ માટે ગહન – ચિંતન કર્યું હતું.

Gujarati banner 01