Corona case update: આજે રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 800 થયો, 2 દર્દીના મોત- 4422 એક્ટિવ કેસ

Corona case update

ગાંધીનગર, 15 માર્ચઃ ગુજરાતમાં કોરોના વાયરસ(Corona case update) દિવસેને દિવસે ભયાનક રૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યમાં ફરીથી લોકડાઉન વખતે જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ એક વાર ફરીથી જોવા મળી રહી છે. રવિવારના રોજ છેલ્લાં ૨૪ કલાકમાં વધુ 810 કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે તો 586 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 2 લાખ 69 હજાર 361 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે તેમજ રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 96.82 ટકા થયો છે.

જ્યારે છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને ખેડામાં 1 એમ આજના દિવસમાં કુલ 2 દર્દીઓના મોત નિપજ્યાં છે. જેના કારણે કુલ 4424 દર્દીઓના આજ દિન સુધી કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 4422 પર પહોંચી ગઇ છે. તો 54 દર્દીઓની હાલત નાજુક હોવાથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 4368 લોકો સ્ટેબલ છે.

ADVT Dental Titanium

જ્યારે છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 163, સુરત કોર્પો.માં 217, વડોદરા કોર્પો.માં 95 તો રાજકોટ કોર્પો.માં 61 નવા કેસ નોંધાયા છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

Anant patel ni kalame: હળવી શૈલીમાં લેખ- કેટલીક સ્વાભાવગત વિશિષ્ઠતાઓ…