ઉત્તરાયણની ઉજવણી બાદ કોરોના કેસમાં ઘટાડો, તંત્રએ લીધો રાહતનો શ્વાસ, નવા 490 કેસ સામે 707 દર્દી સાજા થયા

Coronavirus SARS CoV 2 de CDC en Unsplash

ગાંધીનગર, 21 જાન્યુઆરીઃ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી છતાં કોરોનાનાં કેસો ન વકરતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે, આજે રાજ્યમાં નવાં ૪૯૦ કેસ અને બે મૃત્યુ નોંધાયા છે. આજના કેસો બાદ ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંક ૨,૫૭,૩૪૨ થયો છે અને કુલ મૃત્યુઆંક ૪૩૭૧ થયો છે. આજે નવાં ૪૯૦ દર્દીઓ સામે ૭૦૭ દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Whatsapp Join Banner Guj

આજે અમદાવાદમાં ૧૦૫, સુરતમાં ૯૮, વડોદરામાં ૯૪ અને રાજકોટમાં ૬૫ કેસ નોંધાયા ેછે. આ સિવાયના ગુજરાતના તમામ જિલ્લાઓમાં ૧૭ કે તેથી ઓછાં કેસ નોંધાયા છે. આજે છોટા ઉદેપુર, પોરબંદર, તાપી અને ડાંગમાં એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યભરમાં વેક્સિનેશનની શરૃઆત તેમજ કોરોનાના સૌથી વધુ કેસો જ્યાં છે તે શહેરોમાં નાઇટ કરફ્યૂના કારણે કોરોનાના કેસોમાં ક્રમશઃ ઘટાડો આવી રહ્યો છે.

GEL ADVT Banner

આજે બે દર્દીઓના મૃત્યુ થયા છે અને રાજ્યમાં બીજા કોઇ જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુ નોંધાયું નથી. ૪૦૯ નવાં કેસો સામે ૭૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને ડિસ્ચાર્જનો કુલ આંક ૨,૪૭,૨૨૩ થયો છે. ગુજરાતમાં અત્યારે ૫૭૪૮ કેસ એક્ટિવ છે, જે પૈકી ૫૧ કેસ વેન્ટિલેટર પર અને ૫૬૯૭ કેસ સ્ટેબલ છે. જુદાં-જુદાં વિસ્તારોમાં હાલની પરિસ્થિતિએ ૪,૬૯,૯૯૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે, જે પૈકી ૪,૬૯,૮૯૩ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇનમાં અને ૧૦૬ વ્યક્તિ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં છે.

આ પણ વાંચો….

શુભારંભઃ બાઈડન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું- સંબંધો વધુ મજબૂત કરીશું