Joe Biden Oath with Kamla

શુભારંભઃ બાઈડન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવતા કહ્યું- સંબંધો વધુ મજબૂત કરીશું

Joe Biden Oath with Kamla

વોશિંગ્ટન, 21 જાન્યુઆરીઃ અમેરિકા માટે કાલનો દિવસ ખૂબ જ મહત્વનો હતો. કારણ કે, જો બાઈડેને કાલે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. અમેરિકામાં કાલથી બાઈડેન યુગની શરૂઆત થઈ ગઈ છે. જો બાઈડેનની સાથે ભારતીય મૂળની કમલા હૈરિસે પણ ઉપરાષ્ટ્રપતિ પદ પર શપથ ગ્રહણ કરી લીધા છે. ત્યારે આજથી અમેરિકામાં એક નવી જ સત્તાનો પ્રારંભ થઇ ગયો છે. આ સાથે જ 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ થયેલી હિંસા બાદ વોશિંગ્ટન ડીસીમાં કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. અંદાજે 25 હજાર નેશનલ ગાર્ડ અમેરિકી રાજધાનીમાં તૈનાત કરી દેવામાં આવ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જો બાઇડેનને અમેરીકાના 46માં રાષ્ટ્રપતિના પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે કે, આપણે બંને બંને દેશોના સંબંધોને મજબૂત બનાવશે અને સાથે મળીને કામ કરીશું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમેરીકાના રાષ્ટ્રપતિ તરીકે પદ ગ્રહણ કરવા પર જો બિડેનને મારી હાર્દિક શુભકામના, હું ભારત અમેરીકા રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની સાથે કામ કરવા ઈચ્છુક છું.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…..

રાજ્યમાં બે-ત્રણ દિવસ બાદ ભારે ઠંડી પડશે, હવામાન વિભાગે કરી આગાહી

GEL ADVT Banner