Corona vaccine: કોરાનાની રસી લીધા બાદ સફાઇ કર્મીનું મોત, રાજ્યની પ્રથમ ઘટના- તપાસ શરુ

કોરોનાની રસી(Corona vaccine) લીધાના 2 કલાક બાદ સફાઈકર્મીનું મોત, વેક્સીનને કારણે મૃત્યુ થયાનો પરિવારનો આરોપ

941413 covid 19 vaccine

વડોદરા, 01 ફેબ્રુઆરીઃ વડોદરામાં કોરોનાની રસી(Corona vaccine) લીધા બાદ સફાઈ કર્મચારીનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેરના વોર્ડ નંબર નવમાં સફાઈ કર્મચારી જીગ્નેશ સોલંકીએ કોરોનાની રલી લીધી હતી અને જે બાદ તેનું મોત થયું હોવાનો પરિવાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.

30 વર્ષીય જીગ્નેશના પરિવારજનોનું કહેવુ છે કે, એસએસજીમાં સવારે  કોરોનાની રસી(Corona vaccine) લીધી હતી. જે બાદ જીગ્નેશનું મોત થયુ હતુ. ત્યારે પરિવાના આક્ષેપના પગલે તંત્ર દ્વારા મૃતકનું પીએમ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યાં પ્રશાસનનોનું કહેવુ છે કે યુવકનું મોત હાર્ટ એટેક આવવાથી થયું છે.

Whatsapp Join Banner Guj

જિગ્નેશના મોતનું કારણોની જાણકારી માટે એડવર્સ ઇવેન્ટ રિપોર્ટિંગ કમિટીની રચના કરવામાં આવી છે. કમિચીએ મોતના કારણની તપાસ શરુ કરી દીધી છે. હોસ્પિટલ અધિયક્ષ ડોક્ટર રંજન અય્યરની અધ્યક્ષતામાં આ કમિટીમાં ફાર્માકોલોજી, મેડેસિન કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, પલ્મોનરી સહિત 7 જાણકારો સામેલ છે.

આ પણ વાંચો…

Myanmar crisis: મ્યાનમારમાં આંગ સાન સૂ કીની ધરપકડ કરવા પર અમેરિકાએ કર્યો વિરોધ, મોટી આપત્તિ દર્શાવી