Counterfeit Ghee

Counterfeit Ghee: રાજ્યમાં નકલી ઘીનો ધીકતો ધંધો, ગોંડલમાંથી 45 લાખનો જથ્થો થયો જપ્ત- વાંચો વિગત

Counterfeit Ghee: ચારેક મહિના અગાઉ એક અમુલ ઘી નાં નકલી ઘી નાં ડબ્બા અને એક પાઉચ પકડાયુ હતુ આ અંગે સહકારી ડેરીનાં સંચાલકોએ પોલીસમાં જાણ કરતા કેટલાક શખ્સોને પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી

રાજકોટ, 24 ઓક્ટોબરઃCounterfeit Ghee: સૌરાષ્ટ્રમાં સફેદ દૂધનાં કાળા કારોબાર બાદ નકલી ઘી નો ધીકતો ધંધો પૂર બહાર ખીલ્યો હોવાનું સામે આવી રહયુ છે લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરી ભેળસેળ વાળા ઘીનો મોટો વેપાર કરવામાં આવી રહયો છે.

નકલી ઘી નાં વેપારમાં રાજકોટ જિલ્લાનું ગોંડલ જાણે હબ બન્યુ છે ટુંકા ગાળામાં જ ગોંડલમાંથી ડુપ્લીકેટ ઘી(Counterfeit Ghee) નો મોટો જથૃથો ઝડપાયો છે. એક પેઢી પર દરોડા દરમિયાન આશરે 4પ લાખનો નકલી ઘી નો જથૃથો જપ્ત કરવામાં આવ્યો છે

ગોંડલ અને આસપાસનાં ઈન્ડસ્ટ્રીયલ એરીયામાંથી દસેક દિવસ પહેલા જ ડુપ્લીકેટ ઘી ની એક ફેકટરી પકડી પાડવામાં આવી હતી અને આશરે રૂ. 7 લાખનો જથૃથો સીઝ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ KL Rahul: મેચ પહેલા પાકિસ્તાની એન્કરે રાહુલને કહ્યુ કે, પ્લીઝ પાકિસ્તાન સામે સારી બેટિંગ ના કરતો

દરમિયાન ગઈકાલે માલધારી હોટલ પાછળ આવેલી શ્રી રામ ફેટ અને પ્રોટીન નામની એક પેઢી પર ફૂડઝ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી ગાયનાં ઘી નાં પ00  એમએલ, 1  લીટર , ર લીટર અને 1પ કિલોનાં લુઝ ઘી અને પેકીંગનાં મળી આઠ સેમ્પલ લેવાયા હતા. 3 સેમ્પલ એડલ્ટરન્ટ, બે પામ અને ફલેવરનાં એક સેમ્પલ પણ લેવાયા હતા

ફૂડઝ વિભાગનાં અિધકારીઓનાં જણાંવ્ય મુજબ ભેળસેળની શંકાનાં આધારે 1ર700 લીટર ઘી નો જથૃથો સીઝ કરવામાં આવ્યો છે જેની કિંમત આશરે રૂ. 4પ લાખ થાય છે. સેમ્પલને લેબમાં પૃથૃથકરણ માટે મોકલવામાં આવ્યા છે. ગોંડલ અને આસપાસનાં એરીયામાં નકલી ઘી ની કેટલીક ફેકટરીઓ ધમ ધમી રહી હોવાનું સામે આવી રહયુ છે

ચારેક મહિના અગાઉ એક અમુલ ઘી નાં નકલી ઘી(Counterfeit Ghee) નાં ડબ્બા અને એક પાઉચ પકડાયુ હતુ આ અંગે સહકારી ડેરીનાં સંચાલકોએ પોલીસમાં જાણ કરતા કેટલાક શખ્સોને પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ બજારમાં  ચોખ્ખા ગાયનાં ઘી નાં રૂ. 4પ0 ની આસપાસ ભાવ છે જયારે નકલી ઘી વેચનારા આકર્ષક પેકીંગ અને ઓછા ભાવની લાલચ આપીને વેચતા હોવાનું ડેરી ઉધોગ સાથે સંકળાયેલા લોકોએ જણાંવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Aryan khan drug case: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નવો વળાંક, સાદા કાગળ પર સાઈન કરાવી હોવાનો ગોસાવીના બોડીગાર્ડનો દાવો

સૌરાષ્ટ્રમાં ખંભાળીયાનું ઘી વિખ્યાત છે ત્યારે કેટલાક લોકો ખંભાળીયાનાં ઘી નાં નામે પણ છેતરપિંડી કરતા હોવાની ફરિયાદો વધી રહી છે આવી સિૃથતિમાં લોકોને સસ્તાની લાલચમાં ન આવી ભરોસાપાત્ર સૃથળેથી દૂધ – ઘી ખરીદવા આ ઉધોગ સાથે જોડાયેલા અપીલ કરી રહયા છે.

Whatsapp Join Banner Guj