DR Vinod Rao Vadodara edited

વડોદરામાં આ સપ્તાહે ૧૪ માં રાઉન્ડમાં કોવીડમાં ઘટાડો: ડો.વિનોદ રાવ

DR Vinod Rao Vadodara edited

૧૩ માં રાઉન્ડની સરખામણીમાં આ સપ્તાહે ૧૪ માં રાઉન્ડમાં કોવીડ જેવા લક્ષણોમાં ઘટાડો નોંધાયો: તેમ છતાં આગામી બે સપ્તાહ સુધી સંપૂર્ણ સાવચેતી રાખવી અનિવાર્ય: ડો.વિનોદ રાવ

વડોદરા, ૦૫ ડિસેમ્બર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે, ગત સપ્તાહે થયેલા ડોર ટુ ડોર સર્વેક્ષણના ૧૩ માં રાઉન્ડની સરખામણીમાં વર્તમાને સપ્તાહે થયેલા ૧૪ માં રાઉન્ડમાં કોવીડ જેવા લક્ષણોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.જો કે તેમ છતાં,આગામી બે સપ્તાહ સુધી સંપૂર્ણ સાવચેતી લેવી અને તકેદારી રાખવી અનિવાર્ય છે.
હવે આગામી તા.૭ થી ૧૧ દરમિયાન ડોર ટુ ડોર આરોગ્ય સર્વેનો ૧૫ મો રાઉન્ડ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

whatsapp banner 1

તેમણે વધુમાં ઉમેર્યું કે પૂર્વાનુમાન આધારિત તકેદારીના વિવિધ પગલાંઓના લીધે છેલ્લા પાંચ દિવસ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થતાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સ્થિરતા આવી છે, તેમ છતાં આગામી બે સપ્તાહ સુધી સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે. તેવી જ રીતે ૧૦૮ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં સ્થિરતા જોવા મળી છે. ૧૦૮ સેવા દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા ૨૦ થી ૨૬ નવેમ્બર દરમિયાન સર્વોચ્ય રહી.જો કે સંખ્યામાં સ્થિરતા છતાં ઘટાડો તીવ્ર અને સ્થાઈ જણાયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *