cyclone with heavy rainfall in gujarat: ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની 17 ટીમ તૈનાત

cyclone with heavy rainfall in gujarat: વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં પવન અને વરસાદની તીવ્રતા વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

ગાંધીનગર, 30 સપ્ટેમ્બરઃ cyclone with heavy rainfall in gujarat: ગુજરાતમાં(Gujarat)ગુલાબ વાવાઝોડાની(Cyclone)અસર હેઠળ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી(Rain)માહોલ સર્જાયો છે. અરબ મહાસાગરમાં સર્જાયેલું શાહિન વાવાઝોડુ વધુ તીવ્ર બનશે. વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં પવન અને વરસાદની તીવ્રતા વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક ઓક્ટોબરે પવનની ઝડપ 150 કિલોમીટર સુધીની થઈ શકે છે વાવાઝોડાની અસરતળે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચોઃ Alia and Ranbir Romantic date Photos : આલિયા-રણબીરની રોમેન્ટિક ડેટની તસવીરો આવી સામે, જુઓ ફોટોઝ

સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની વકી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને આણંદમાં મેઘરાજા ધોધમાર વરસે તેવી શક્યતા છે. રાજ્યના વિવિધ જિલ્લામાં NDRFની 17 ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડબાય રહેવા આદેશ કરાયો છે

Whatsapp Join Banner Guj