vdr jail tree plant

Danteshwar Open Jail: જેલ કેદીઓ બનશે વૃક્ષ પાલક; દંતેશ્વર ઓપન જેલ બનશે બે હજાર વૃક્ષોની લીલી વાડી…

Danteshwar Open Jail: નિરંકારી મિશનના સહયોગથી કેદીભાઈઓએ જેલ પરિસરમાં બે હજાર રોપાઓનું વાવેતર પૂરું કર્યું…

વડોદરા, ૦૪ ઓક્ટોબર: Danteshwar Open Jail: કેદીઓના માનસ પરિવર્તન અને જીવન ઉત્કર્ષના એક પ્રયોગરૂપે રાજ્યના જેલ વિભાગે વડોદરા મધ્યસ્થ તુરંગને સંલગ્ન વિશાળ જગ્યામાં દંતેશ્વર ઓપન જેલ શરૂ કરી છે.જે કેદીભાઈઓ નો રેકોર્ડ ખૂબ સારો છે અને મહેનત માંગી લેતાં કૃષિકાર્યોમાં જેઓ કુશળ છે,તેઓને અહીં જેલના બંધિયાર નહિ પણ ખુલ્લા વાતાવરણમાં ખેતી અને શાકભાજી ઉછેરના કાર્યોમાં જોડવામાં આવ્યાં છે.

અહીં ગીર ગાયોની ગૌશાળા શરૂ કરવામાં આવતા કેદીભાઈઓ ગૌપાલક તો બની ચૂક્યા છે.હવે ખુલ્લી જેલના વિશાળ પરિસરમાં સંત નિરંકારી મિશનના સહયોગથી બે હજાર ફળાઉ અને ઔષધીય વૃક્ષોની લીલી વાડી ઉછેરવાનું આયોજન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવતા તેઓ વૃક્ષપાલક બનશે. આમ, પણ વૃક્ષો અને હરિયાળી મનને શાંતિ આપે છે.ત્યારે સાંસારિક વ્યાધિ ઉપાધિથી થયેલી ભૂલો થી જેમને સજા ભોગવવાનો વારો આવ્યો છે તેવા આ ભાઈઓ માટે વૃક્ષ ઉછેરનો વ્યાયામ મનને શાંતિ આપનારો બની રહેશે.

આ પણ વાંચો…Jan Ashirwad Yatra: કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જિલ્લા વ્યાપી જન આશીર્વાદ યાત્રાનું આયોજન

જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન અને ઓપન જેલના અધિક્ષક બી.બી.ઝાલાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા આ અભિયાન હેઠળ કેદીભાઈઓએ આજે નિરંકારી સંસ્થાના સેવકોના સહયોગથી બે હજાર રોપાઓનું રોપાણ પૂરું કર્યું હતું.સિનિયર જેલર વી.ડી.બારીયા અને જેલ સ્ટાફ આ કાર્યમાં જોડાયો હતો.સંસ્થા તરફથી વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ બલજીતકૌરજીએ સંકલન કર્યું હતું.

vadodara jail plantation

સેન્ટ્રલ જેલના કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું કે, અહીં આંબો,ચીકુ, આમળા,દાડમ, સીતાફળ, લીંબુ,સરગવો સહિતના રોપા વાવવામાં આવ્યા છે.ફળાઉ વૃક્ષોના ઉછેર થી ભાત ભાતના પક્ષીઓ અને પતંગિયા આ વાડીની શોભા વધારશે.નિરંકારી સંસ્થા વૃક્ષોના ઉછેર અને જતનમાં પણ યોગદાન આપશે. વડોદરા સેન્ટ્રલ જેલ દાયકાઓ થી કેદી કલ્યાણની પ્રયોગભૂમી રહી છે. તેમાં વૃક્ષ ઉછેર અભિયાન થી જાણે કે એક લીલું પ્રકરણ ઉમેરાયું છે.

Whatsapp Join Banner Guj