Surat dhamki aaropi

Death threat to Surat businessman: “સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફીલહાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ” ધમકી આપનાર આરોપી ઝડપાયા

Death threat to Surat businessman: સુરત ના વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા

સુરત, 16 જુલાઈ: Death threat to Surat businessman: ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માએ આપેલા વિવાદી નિવેદન બાદ તેમના નિવેદનને સમર્થન કરનારાઓને ધમકી આપવામાં આવી રહી છે, તેને લઈને પોલીસ ખૂબ જ ગંભીરતાથી એક્શન લઈ રહી છે. સુરતના વેસુમાં રહેતા અને રાહુલરાજ મોલમાં દુકાન ધરાવતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આરોપીઓએ વેપારીને (Death threat to Surat businessman) ”સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફીલહાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે” કહી ધમકી આપી હતી. ડીસીપી ઝોન 3 સાગર બાઘમારેએ જણાવ્યું હતું કે વિશાલ પટેલ નામના વેપારીએ તેમના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર નૂપુર શર્માના સમર્થનમાં સ્ટોરી અપલોડ કરી હતી. જેને લઈને અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોતની ધમકી આપવામાં આવી હતી.  

આ પણ વાંચો..Singapore Open 2022: પી. વી. સિંધુએ જાપાનની કાવાકામીને હરાવી, હવે ફાઈનલ મેચ રમશે

નૂપુર શર્માની અપલોડ કરેલી સ્ટોરી બાબતે માફી માંગતા હોય તેવી કોમેન્ટ કરી હતી. આ સ્ટોરી તાત્કાલિક ડિલિટ કરી તેમ છતા પણ ઇન્સ્ટાગ્રામ પરથી અપશબ્દો તથા સુરત મે રહેના હૈ યા જાના હૈ અને ફીલ હાલ ક્લોઝ કર કે નીકલે તેરે ખુન કે પ્યાસે બેઠે હૈ કહી વહા ના આ જાયે કહી ને ધમકીઓ આપવામાં આવી હતી.

આરોપી ની ધરપકડ થતાં જ શહેરભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ કેસના અન્ય આરોપીઓને પણ પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Gujarati banner 01