world championship 2021 p.v.sindhu

Singapore Open 2022: પી. વી. સિંધુએ જાપાનની કાવાકામીને હરાવી, હવે ફાઈનલ મેચ રમશે

Singapore Open 2022: ફાઈનલ માટે પી વી સિંધુ અને સાઈના કાવાકામી વચ્ચે સેમિફાઈનલ રમાઈ, જે સિંધુએ 21-15, 21-7ના અંતરથી સરળતાથી જીતી લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 જુલાઇઃ Singapore Open 2022: સિંગાપોર ઓપનમાં ભારતના બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુએ ધમાલ મચાવી દીધી છે. પી વી સિંધુ ફાઈનલમાં પહોંચી ગયા છે. તેમણે સેમિફાઈનલમાં જાપાનની સાઈના કાવાકામીને સીધા સેટમાં હરાવી.

ફાઈનલ માટે પી વી સિંધુ અને સાઈના કાવાકામી વચ્ચે સેમિફાઈનલ રમાઈ, જે સિંધુએ 21-15, 21-7ના અંતરથી સરળતાથી જીતી લીધી. જાપાની સ્ટાર કાવાકામી એક પણ વખત સિંધુ પર હાવી થતી જોવા મળી નહીં. 

આ પણ વાંચોઃ Donation of the heart: 19 વર્ષથી હૃદયની પીડાથી પીડાતા વડોદરાના દર્દીને અમદાવાદના બ્રેઇનડેડ રાહુલભાઇ સોલંકીના હૃદયના દાનથી નવજીવન

રિયો ઓલમ્પિકની સિલ્વર મેડલ વિનર સિંધુએ 32 મિનિટ સુધી ચાલેલી આ મેચમાં જાપાની ખેલાડીને વાપસીની કોઈ તક આપી નહીં. પહેલી મિનિટથી સિંધુએ મેચમાં પકડ જાળવી રાખી અને કાવાકામીને 21-15, 21-7ના મોટા અંતરથી હરાવી.

સિંધુએ કાવાકામી સામે ચાર વર્ષ બાદ મેચ રમી છે. છેલ્લી વખત બંને ખેલાડી 2018માં ચીન ઓપનમાં સામ-સામે આવ્યા હતા. ત્યારે પણ કાવાકામીને જડબાતોડ જવાબ મળ્યો હતો. સિંધુ અને કાવાકામી વચ્ચે આને મળીને અત્યાર સુધી 3 મેચ રમાઈ છે અને દર વખતે ભારતીય શટલર તેની પર ભારે પડી છે.

આ પણ વાંચોઃ Must seek permission second marriage: આ રાજ્યમાં સરકારી કર્મચારીએ બીજા લગ્ન કરતાં પહેલા લેવી પડશે સરકારની પરવાનગી!

Gujarati banner 01