Delta plus varient in Gujarat: સામાન્યમાં ન લેતા આ વાતઃ ગુજરાતમાં ત્રીજો ડેલ્ટા વેરિએન્ટનો કેસ નોંધાયો, વાંચો વિગત

Delta plus varient in Gujarat: વૃદ્ધોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળતા તંત્રએ સંક્રમિત વૃદ્ધાના સંપર્કમાં આવેલા 8 લોકોના કોન્ટેક્ટ ટ્રેસ કર્યા

જામનગર, 30 જૂનઃ Delta plus varient in Gujarat: દેશમાં કોરોનાના કેસમાં માંડ માંડ ઘટાડો નોંધાયો છે. ત્યાં જ દેશના અનેક રાજ્યો સહિત ગુજરાતમાં પણ ડેલ્ટા પ્લસ વાયરસની એન્ટ્રી થઇ છે. ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ત્રીજો કેસ સામે આવ્યો છે. જામનગરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થઇ છે.

જામનગરના હિંમતનગર વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધામાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જોવા મળ્યો. 25 મેના રોજ વૃદ્ધામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા. જે બાદ 27 મેના રોજ વૃદ્ધોન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Whatsapp Join Banner Guj

2 એપ્રિલના રોજ સારવાર લઇ રહેલા વૃદ્ધાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. વૃદ્ધાના રિપોર્ટને ચકાસણી માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટમાં વૃદ્ધોમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ(Delta plus varient in Gujarat) જોવા મળતા તંત્રએ સંક્રમિત વૃદ્ધાના સંપર્કમાં આવેલા 8 લોકોના કોન્ટેક્ટ ટ્રેસ કર્યા. જો કે ટ્રેસ કરાયેલા તમામ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. આ તમામને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ડેલ્ટા પ્લસ વાયરસ(Delta plus varient in Gujarat)નો સૌ પ્રથમ કેસ કેરલ અને મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. ત્યાર બાદ ગુજરાતમાં પણ આ વાયરસની એન્ટ્રી થઇ ગઇ છે. લોકો સામાન્ય લઇ રહ્યાં છે. પરંતુ આ વાયરસ કોરોના કરતા પણ ભંયકર માનવામાં આવી રહ્યો છે. તેથી સંપૂર્ણ રીતે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું તંત્ર અપીલ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસના સૌથી વધુ કેસ વૃદ્ધોમાં જોવા મળ્યાં છે.

આ પણ વાંચોઃ Gujarat SSC Result: ધોરણ 10- 2021નું પરિણામ જાહેર, નિયમિત ઉમેદવારોના પરિણામોના અંશો- જુઓ શહેર અનુસાર પરિણામ