Nitin patel coba

Koba flyover: ગાંધીનગર- કોબા માર્ગ પર પી.ડી.પી.યુ જંકશન પાસે ફલાયઓવર નું નિર્માણ કરવાની મંજૂરી આપતાં નાયબ મુખ્ય મંત્રી

Koba flyover: ગાંધીનગર- કોબા માર્ગ પર પી.ડી.પી.યુ જંકશન પાસે રૂપિયા ૫૦ કરોડના ખર્ચે ફલાય ઓવરનું નિર્માણ કરવાની મંજૂરી આપતાં નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલ

અહેવાલ: દિલીપ ગજજર
ગાંધીનગર, ૩૦ જૂન:
Koba flyover: ગાંધીનગર – કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ. જંકશન પાસે રૂપિયા ૫૦ કરોડના ખર્ચે નવા ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવશે આ નવા ફલાય ઓવર માટેની મંજૂરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા આપવામાં આવી છે.

રાજ્ય સરકાર અને IKDRCના સંયુક્ત પ્રયાસે 510 ડાયાલિસીસ મશીન દર્દીઓની માટે કાર્યરત

Gujarat Vaccination: કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતની અપૂર્વ સિદ્ધિ

ગાંધીનગર અમદાવાદ જવાના માર્ગ ઉપર દિન પ્રતિદિન ટ્રાફીક વધતો જાય છે. ભવિષ્યની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા માર્ગને પહોળા કરવા અને ફ્લાયઓવર (Koba flyover) બાંધવાનું સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગર થી અમદાવાદ જવા માટેના કોબા સર્કલ વાળા માર્ગ થઈ અમદાવાદના વિવિધ વિસ્તાર તેમજ એરપોર્ટ જવા માટેનો મુખ્યમાર્ગ હોવાથી આ માર્ગો ઉપર દિવસે દિવસે વાહનોની અવરજવર વધતી જાય છે.

Whatsapp Join Banner Guj

તેમજ ગાંધીનગર – કોબા માર્ગ પર ન્યૂ ગાંધીનગરનો વિકાસ સતત થઇ રહ્યો છે. ભવિષ્યમાં આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના સુચારું આયોજન માટે ગાંધીનગર – કોબા રોડ ઉપર પી.ડી.પી.યુ.જંકશન પર નવા ફ્લાયઓવર (Koba flyover) બાંધવાનો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના પાટનગર યોજના અંતર્ગત ફ્લાયઓવર બાંધવા માટે ૫૦ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.