પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા રાજકોટ મંડળમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની (Devlopment work) સમીક્ષા માટે વાર્ષિક નિરીક્ષણ

Devlopment work
પ્રથમ ફોટામાં, પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ (Devlopment work) વિરમગામ – રાજકોટ મંડળના ટ્રેકનું નિરીક્ષણ કરી રહ્યા છે. બીજા ફોટામાં, જનરલ મેનેજર ટ્રેકમેન ટીમ સાથે વાતચીત કરી રહ્યા છે. ત્રીજા ફોટામાં જનરલ મેનેજરે લખતર ખાતે નવી બનેલી રેલ્વે કોલોનીમાં છોડરોપણ કરી રહ્યાં છે. ચોથા ફોટામાં સુરેન્દ્રનગર ખાતે નવનિર્મિત રેલ્વે કોલોની “રચના” નો નજારો. પાંચમા ફોટામાં, જનરલ મેનેજર નવી ફાળવેલ રેલ્વે ક્વાર્ટર્સની ચાવી કર્મચારીઓ અને તેમના પરિવારોને સોંપી રહ્યા છે અને છેલ્લા ફોટામાં જનરલ મેનેજર રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરેન્દ્રનગર સ્ટેશન પર આરપીએફ ચોકીનું ઉદઘાટન કરી રહ્યાં છે.

Devlopment work: ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત રાજકોટ મંડળના વાણિજ્ય વિભાગ દ્વારા રાજકોટ મંડળના તમામ મોટા સ્ટેશનો માટે ક્યૂઆર કોડ (ક્વિક રિસ્પોન્સ કોડ) સ્ટીકર શરૂ કરવામાં આવ્યો છે.

રાજકોટ, ૦૬ માર્ચ: Devlopment work: પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા 2 માર્ચ, 2021 ના ​​રોજ રાજકોટ મંડળના વિરમગામ-રાજકોટ વિભાગનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમ્યાન, શ્રી કંસાલે આ વિભાગ પર મુસાફરોની સુવિધાઓ, કર્મચારીની સુવિધાઓ, સલામતી / સુરક્ષા કાર્ય, માળખાકીય સુવિધાઓ, વીજળીકરણના કામો અને અન્ય વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સાથે પ્રમુખ વિભાગાધ્યક્ષ, રાજકોટ મંડળના મંડળ રેલ પ્રબંધક અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, જનરલ મેનેજર શ્રી કંસલને આરપીએફ દ્વારા વિરમગામ સ્ટેશન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેમણે વિભાગમાં રેલ્વે ક્રોસિંગ્સ, મોટા અને નાના પુલ, પોઇન્ટ અને ક્રોસિંગ્સ, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ્સના તકનીકી પાસાઓની ઉંડાણપૂર્વક તપાસ કરી. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરે લખતર, સુરેન્દ્રનગર અને રાજકોટ સ્ટેશનો પર મુસાફરોની સુવિધાઓની (Devlopment work) પણ સમીક્ષા કરી હતી.

Whatsapp Join Banner Guj

કંસલએ સુરેન્દ્રનગરમાં નવનિર્મિત (Devlopment work) રેલ્વે કોલોની “રચના” અને લખતર તથા ધ્રાંગધ્રા ખાતેની અન્ય કોલોનીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરે નવા ફાળવેલ રેલ્વે ક્વાર્ટર્સની ચાવીઓ રેલ્વે પરિવારોને આપી હતી. સુરેન્દ્રનગરમાં રેલ્વે કોલોની આધુનિક સુવિધાઓથી સજ્જ છે. કોલોનીમાં 5 બ્લોકમાં 52 ટાઇપ – 2 ક્વાર્ટર્સ છે અને તેમાં લૉન ટેનિસ તથા વોલીબોલ કોર્ટ, એક ઓપન એર જિમ અને જોગિંગ પાથ સાથેનો સ્પોર્ટ્સ સંકુલ પણ છે. દરેક ક્વાર્ટર્સની બહાર બેન્ચ પણ મૂકવામાં આવ્યા છે, જે તમામ વય જૂથોને સુવિધા આપે છે. કોલોનીમાં પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા છે અને કોલોનીનું હાઇવે સાથે સીધું જોડાણ છે.

ઠાકુરે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરે મુલાકાત દરમિયાન સુરેન્દ્રનગર સ્ટેશન પર રાજભાષા વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્યો (Devlopment work) અને અહેવાલોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે લખતર અને સુરેન્દ્રનગર ખાતે રેલ્વે કોલોનીઓની મુલાકાત પણ લીધી હતી અને ત્યાંના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી હતી. અહીં તેમણે ટ્રેક્શન સબ-સ્ટેશન, હેલ્થ યુનિટ, એક્સિડેન્ટલ મેડિકલ રિલીફ ટ્રેન, TXR ઑફિસ, ગાર્ડ અને ડ્રાઇવર લોબી તથા રનિંગ રૂમનું પણ નિરીક્ષણ કર્યું હતું.

રાજકોટમાં પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરે ટ્રેક્શન વિભાગના નવનિર્મિત (Devlopment work) સ્કાડા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કચેરી ટ્રેક્શન વિતરણ માટે રીમોટ કંટ્રોલ સેન્ટર તરીકે કાર્ય કરશે અને વીજળીકરણના કામને મોનિટર કરવામાં પણ મદદરૂપ થશે. શ્રી કંસલે સંસદના માનનીય સભ્યો, રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો, માન્યતાપ્રાપ્ત ટ્રેડ યુનિયનના સંગઠનો, સંસ્થાઓ, પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો સાથે પણ મુલાકાત કરી અને તેમનું મેમોરેન્ડમ સ્વીકાર્યું હતું.

ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત રાજકોટ મંડળના વાણિજ્ય વિભાગ દ્વારા રાજકોટ મંડળના તમામ મોટા સ્ટેશનો માટે ક્યૂઆર કોડ (ક્વિક રિસ્પોન્સ કોડ) સ્ટીકર શરૂ કરવામાં આવ્યો છે. તેમના નિરીક્ષણ દરમિયાન કંસલે મંડળ દ્વારા આ નવી અને નવીન પહેલની નોંધ લીધી અને પ્રયત્નોની પ્રશંસા કરી. રાજકોટ મંડળના પાર્સલ સ્પેશિયલ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટથી સંબંધિત માહિતી સ્કેન કરવા માટે ડિસ્પ્લે સ્ટીકરો પાસે 2 ડી ક્યૂઆર કોડ છે, જે મુસાફરો તેમજ રેલ્વે ગ્રાહકોને સુવિધા આપશે.

આ પણ વાંચો…જામનગરમાં કોરોના પ્રતિરોધક રસીકરણની (vaccine) સઘન ઝુંબેશ