Dharmesh Patel Resigns

Dharmesh Patel Resigns: આજના દિવસમાં ત્રીજુ કોંગ્રેસ નેતાનું રાજીનામુ, ધર્મેશ પટેલે પણ છોડ્યો પંજાનો સાથ

Dharmesh Patel Resigns: આજે (સોમવાર) એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ દિગ્ગજોએ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે

અમદાવાદ, 04 માર્ચઃ Dharmesh Patel Resigns: ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટ્સ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહ્યું છે. આજે (સોમવાર) એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ દિગ્ગજોએ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે.

નવસારી જિલ્લાના કોગ્રેસના અગ્રણી અને કોળી આગેવાન ધર્મેશ પટેલે પણ કોગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ આવતીકાલે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, ધર્મેશ પટેલ ગત લોકસભાની ચૂંટણી સી.આર.પાટીલની સામે લડ્યા હતા અને હાર્યા હતા. ધર્મેશ પટેલે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ધર્મેશ પટેલ વિજલપોર નગર પાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ About Mansukh Mandaviya: સ્વચ્છ છબી ધરાવતા નેતા કહેવાય છે મનસુખ માંડવિયા, જાણો શા માટે કરે પીએમ મોદી તેમના વખાણ?

ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બાદ હવે નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાંનો દોર શરૂ થયો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા નેતાઓભાજપમાં જોડાઈ તેવી સંભાવનાઓ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો