mansukh mandaviya

About Mansukh Mandaviya: સ્વચ્છ છબી ધરાવતા નેતા કહેવાય છે મનસુખ માંડવિયા, જાણો શા માટે કરે પીએમ મોદી તેમના વખાણ?

About Mansukh Mandaviya: લોકસભા ચૂંટણી 2024માં પોરબંદરથી ચૂંટણી લડશે મનસુખ માડવિયા

અમદાવાદ, 04 માર્ચઃ About Mansukh Mandaviya: ભાજપે ગુજરાત લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ ગુજરાતના નવસારીથી સીઆર પાટીલ, પોરબંદરથી મનસુખ માંડવિયા અને ગાંધીનગરથી અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાતમાં પોરબંદરથી મનસુખ માંડવિયા ચૂંટણી લડવાના છે, જેના કારણે ફરી લોકો મનસુખ માંડવિયા કોણ છે અને તેમના આપેલા રાજકીય યોગદાન વિશે જાણવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. તો આવો જાણીએ પ્રભાવશાળી રાજકીય નેતા મનસુખ માંડવિયા વિશે….

2002માં સૌથી ઓછી ઉમ્રના વિધાયક બન્યા હતા માંડવિયા
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના પાલીતાણાના એક નાનકડા ગામડા હનોલમાં એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલા માંડવિયા 2002માં 28 વર્ષની વયમાં સૌથી ઓછી વયના વિધાયક બન્યા હતા. જાનવરોના પ્રત્યે તેમનો પ્રેમથી તેણે ગુજરાતના પશુ ચિકિત્સા વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યું. પછી તેણે રાજકરણ વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજુએશન કર્યું.

image 11

તેમની પદયાત્રાઓ માટે જાણીતા છે માંડવિયા
મનસુખ માંડવિયાની તાલુકા પંચાયતની ચૂંટણીથી લઈ સાંસદ સભ્યના ઉમેદવાર સુધીની સફર રોમાંચક રહી. તેમણે ડગલેને પગલે જનકલ્યાણના કાર્યો કર્યાં છે. મનસુખભાઈ માંડવિયા મહાત્મા ગાંધીથી પણ ખુબ પ્રેરિત થયા છે એમ પણ કહી શકાય. 2004માં તેમણે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ કેમ્પેન માટે 123 કિમી લાંબી કન્યા કેળવણી જ્યોત પદયાત્રા કાઢી હતી, અને આ પદયાત્રા મારફતે તેમણે પોતાના મતવિસ્તારના 45 ગામને જોડ્યાં હતાં. આ ઉપરાંત 2006માં, તેમણે “બેટી બચાવો-બેટી પઢાવો, વ્યાસ હટાઓ” શીર્ષક સાથે તેમના મતવિસ્તારના 52 ગામોને જોડતી 127 કિમીની પદયાત્રાનું આયોજન કર્યું હતું. 2019માં તેણે મહાત્મા ગાંધીની વિચારધારા અને મૂલ્યોના પ્રચાર માટે એક અઠવાડિયાની પદયાત્રા કાઢી. યાત્રાના 150 કિ.મી.ના રૂટમાં 150 ગામોને આવરી લેવામાં આવ્યા છે. તેઓ ભારતના વડા પ્રધાન જન ઔષધિ છે. પ્રોજેક્ટ (પીએમબીજેપી) અને મે 2019 માં, યુનિસેફ દ્વારા મહિલાઓના માસિક સ્રાવમાં યોગદાન આપવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું.

વડાપ્રધાન મોદીએ કર્યા છે અનેકવાર વખાણ
પોરબંદરને એક એવા ઉમદા ઉમેદવાર મળ્યા છે જેમના વખાણ કરતાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નથી થાકતા. નરેન્દ્ર મોદીને મનસુખ માંડવિયાથી અનેક આશાઓ છે અને મનસુખભાઈ નરેન્દ્ર મોદીની દરેક આશાઓ પાર પણ પાડી રહ્યા છે.

મનસુખ માંડવિયા એક એવું નામ છે જેનાથી માત્ર જન-જન જ નહીં બલકે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગર્વથી ગદગદ થઇ ગયા છે, અને એટલે જ નરેન્દ્ર મોદીએ અગાઉ એક જાહેર સભામાં મનસુખ માંડવિયાનાં વખાણ કરતાં કહ્યું હતું કે, ડાયરીમાં નોંધી લો મનસુખ ભાઈ એક દિવસ ખુબ પ્રગતિ કરશે.

image 12

વધુમાં નરેનદ્ર મોદીએ કહ્યું કે, મનસુખ માંડવિયામાં અવિરત નિષ્ઠા અને સમર્પણ સાથે ઝઝૂમવાની આવળત પડી છે. જાહેર જીવનમાં કામ કરનાર લોકો પાસે એકસાથે આટલી બધી ચીજો હોવી ભાગ્યે જ જોવા મળે છે જે મનસુખ ભાઈમાં છે, અને એટલે જ હું મનસુખભાઈનું ભવિષ્ય ઉજ્જવળ જોઈ રહ્યો છું.

અગાઉ જાહેર સભામાં પણ નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે, “કોઈને ડાયરીમાં નોંધવું હોય તો નોંધી લેજો.મનસુખભાઈનું ભવિષ્ય ખુબ ઉજ્જવળ છે, તેમનામાં પડેલી શક્તિઓ આવતી કાલને ઉજ્જવળ કરશે તેની મને સંપૂર્ણ આશા છે અને મને વિશ્વાસ છે કે હું સાચો પડીશ.”

આ પણ વાંચોઃ 2 Congress MLA Resigns: ગુજરાત કોંગ્રેસમાંથી આજે અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું- વાંચો વિગત

મનસુખ માંડવિયાના જીવન વિશે
મનસુખ માંડવિયાનો જન્મ 1 જૂન, 1972ના રોજ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હનોલ નામના નાનાકડા ગામમાં થયો હતો. મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલા મનસુખ માંડવિયા ચાર ભાઈઓમાં સૌથી નાના છે.

શિક્ષણ- અભ્યાસ
મનસુખ માંડવિયાએ પ્રાથમિક શિક્ષણ સરકારી પ્રાથમિક શાળા, હનોલમાંથી અને ઉચ્ચ શાળાનો અભ્યાસ સોનગઢ ગુરુકુળમાંથી પૂર્ણ કર્યો છે. એચએસસી પૂર્ણ કર્યા બાદ મનસુખ માંડવિયાએ વેટરનરી લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો, અને સોનગઢ ગુરુકુળ અને ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ગુજરાત ખાતે શિક્ષણ મેળવ્યું છે. જે બાદમાં તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાન(પોલિટિકલ સાયન્સ)માં એમએનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2021માં મનસુખ માંડવિયાએ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ રિસર્ચમાંથી રાજકીય વિજ્ઞાન (પોલિટિકલ સાયન્સ)માં પીએચડીની ડિગ્રી મેળવી છે.

image 13

રાજકારણમાં યોગદાન
મનસુખ માંડવિયા હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે. મનસુખ માંડવિયાનો પોર્ટફોલિયો તેથી પણ મહત્વનો છે કારણ કે દેશમાં કોરોના રોગચાણાના વચ્ચે તેમને સ્વાસ્થય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. મનસુખ માંડવિયાએ પહેલા બંદર, જહાજરાની અને જળમાર્ગ રાજ્ય મંત્રી અને ઉર્વરક રાજ્ય મંત્રીના રૂપમાં કાર્ય કર્યુ. તેણે 2016માં કેંદ્રીય મંત્રી પરિષદમાં રાજ્ય મંત્રીના રૂપમાં શામેલ કરાયા હતા. તે 2012મા રાજ્યસભા માટે પસંદગી પામ્યા અને 2018માં ફરીથી ચૂંટાણા. તેઓ 2011માં ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમના અધ્યક્ષ બન્યા હતા જ્યારે મોદી મુખ્યમંત્રી હતા. 2019માં તેણે મહાત્મા ગાંધીની વિચારધારા અને મૂલ્યોના પ્રચાર માટે એક અઠવાડિયાની પદયાત્રા કાઢી. યાત્રાના 150 કિ.મી.ના રૂટમાં 150 ગામોને આવરી લેવામાં આવ્યા છે. તેઓ ભારતના વડા પ્રધાન જન ઔષધિ છે. પ્રોજેક્ટ (પીએમબીજેપી) અને મે 2019 માં, યુનિસેફ દ્વારા મહિલાઓના માસિક સ્રાવમાં યોગદાન આપવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું.

મનસુખ માંડવિયાએ આ હોદ્દાની સંભાળેલી છે જવાબદારી
◆ 2002-2007: પાલિતાણા માટે ગુજરાત વિધાનસભાના સભ્ય
◆ 2010: ચેરમેન, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ
◆ 2012-2018: રાજ્યસભાના સભ્ય
◆ 2013: ભાજપના પ્રદેશ સચિવ, ગુજરાત
◆ 2015: ભાજપ, ગુજરાતના સૌથી યુવા મહામંત્રી
◆ 2016-2019: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, શિપિંગ મંત્રાલય અને રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્ય મંત્રી
◆ 2018: રાજ્યસભાના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા
◆ 2019: બંદરો, શિપિંગ અને જળમાર્ગોના રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) અને રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન
◆ 2021: કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ભારતના મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો