Mudit kothari VDR

વડોદરાના યુવા ટેકનોક્રેટ દ્વારા શરુ કરાયું પ્રોજેક્ટ ટાસ્ક મેનેજમેન્ટ માટે નું સ્વદેશી સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ ‘digitask’

વડોદરા, 25 મેઃdigitask: વડોદરાના યુવા ટેકનોક્રેટ મુદિત કોઠારી દ્વારા ડિજીટલ ભારતના સ્વપ્નને ખરા અર્થ માં સાકાર કરીને આત્મનિર્ભર ભારત અભિયાન માં પોતાનું યોગદાન આપવા માટે સ્વદેશી પ્રોજેક્ટ ટાસ્ક(digitask) મેનેજમેન્ટ માટેનું સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું. તેઓના સ્ટાર્ટઅપ ‘ડિજિટાસ્ક’ અંતર્ગત તેઓ યુવા પ્રોફેશનલ્સ, ઉદ્યોગકારો, વેપારીઓ, નાના રોકાણકારો તથા એન્ટરપ્રાઇઝિસ ના દૈનિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ માં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવતાં ટાસ્ક મેનેજમેન્ટ ટૂલ તૈયાર કરવામાં આવ્યું છે. જે પ્રોજેક્ટ ની ગુણવત્તા તથા સમયસર કાર્ય નિષ્પાદન માં ખુબ જ મહત્વ ની કડી છે.

digitask

અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન ના સમય દરમિયાન જ્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ ઘરેથી કાર્ય કરી રહ્યા હોય અને એક નિશ્ચિત સમયમર્યાદામાં જ્યારે કાર્ય પૂર્ણ કરવાનું હોય ત્યારે ખર્ચાળ અને જટિલ વિદેશી સોફ્ટવેર ની જગ્યાએ સ્વદેશી એવા ‘digitask’ સ્ટાર્ટઅપ નો વિચાર આવ્યો હતો અને તેને ખૂબ જ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના આ સ્ટાર્ટઅપ વેન્ચર ‘digitask’ ને પારુલ યુનિવર્સિટી સંચાલિત સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેટર તથા એક્સેલેરેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા માર્ગદર્શન સપોર્ટ આપવામાં આવ્યો છે. જેમ આજના સમયમાં સમય બદ્ધ રીતે ઓછા સમયમાં વધુ અને અસરકારક કાર્ય કરવું એ દરેક કંપની નો હેતુ હોય છે ત્યારે આ સ્ટાર્ટઅપ (digitask) ને નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને મદદ કરવાના ઉદેશ થી બનાવવામાં આવ્યું છે, અને તાજેતર માં જ કરેલ બીટા લોન્ચ બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં હજાર કરતાં વધારે યુઝર્સ આ સ્ટાર્ટઅપ નો લાભ લઇ ચુક્યા છે. આ વેબ પ્લેટફોર્મ નો લાભ લેવા www.drx-sol.com/digitask ની મુલાકાત લઇ શકો છો.

ડિજિટાસ્ક(digitask) ના ફાયદા:

  1. દૈનિક કમ્યુનિકેશન અને કોર્ડીનેશન ના કાર્ય માં લાગતા સમય માં ઘટાડો
  2. ટાસ્ક એનાલીસિસ
  3. રીપોર્ટ જનરેશન
  4. મજબૂત અને સ્કેલેબલ ફ્રેમવર્ક
  5. એક્સેસ કંટ્રોલ
  6. ટાસ્ક લિંકિંગ અને ટાસ્ક લૉગ
  7. ટાઈમ અને ઇવેન્ટ ટ્રેકિંગ
digitask

આ પણ વાંચો….

બ્રેકિગ ન્યૂઝઃ રાજ્યના ધો.12 ના 6.83 લાખ વિદ્યાર્થીઓ સરકારે લીધો માટે મહત્વપૂર્ણ નિર્ણયઃ આ તારીખથી લેવાશે ધો.12ની વાર્ષિક પરીક્ષા(12th Board Exam)