ambaji temple image

Donations at the Ambaji Temple: અંબાજી મંદિર ખાતે એપ્રિલ- મેં 2021માં દાનભેટની આવક રૂપિયા 78.80 લાખની થઇ

Donations at the Ambaji Temple: એપ્રિલ-મેં 2022 ની આવક ગતવર્ષ ની સરખામણીએ 8 ઘણી વધીને રૂપિયા 8.69 કરોડની થઇ

અંબાજી, 11 જૂન: Donations at the Ambaji Temple: ચાલુ વર્ષ નું શૈક્ષણિક સંસ્થાઓનું ઉનાળુ વેકેશન હવે અંતિમ ચરણોમાં છે ત્યારે લોકો છેલ્લે છેલ્લે પણ પર્યટક ને ધાર્મિક સ્થળો એ ફરવાની હોડ લાગી હોય તેમ શક્તિપીઠો માં શ્રદ્ધાળુઓ ની ભારે ભીડ જોવા મળી રહી છે.

ગુજરાત નું સૌથી મોટું ગણાતું શક્તિપીઠ અંબાજી માં પણ શ્રદ્ધાળુઓ નો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે દર્શન માટે પણ ભક્તો ની ભીડ જોવા મળી રહી છે ને ભક્તો પણ કોરોના કાળ દરમિયાન પોતાના ઘરે ગુંગળામણ અનુભવતા હોય તેમ હાલ કોરોના નો પ્રકોપ ઘટતા શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પુરી કરવા ની સાથે હવે કોઈ આવી મહામારી નો પ્રકોપ ન થાય તે માટે દર્શને આવતા જોવા મળ્યા હતા ને ભક્તો ની મંદિર માં લાંબી લાઈનો મળી રહી છેએટલુ જ નહી ભક્તો પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

આ પણ વાંચોઃ MoF ICONIC VEEK: 6થી 12 જૂન સુધી સિસ્ટર નિવેદિતા સ્કૂલ ખાતે ‘પરોક્ષ કર’ વિષય પર સૂત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

3734cd57 9e1d 46a2 b0d6 340e762047e1

જે રીતે કોરોના ના લોકડાઉંન બાદ અંબાજી મંદિર માં યાત્રિકો ની ઘસારો સતત વધતો રહ્યો છે તેની સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ને દાનભેટ ની આવક માં પણ અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે ગત વર્ષે જે રીતે કોરોના મહામારી ને લઈ લોકડાઉંન ની પરિસ્થિતિ માં અંબાજી મંદિર બંધ ચાલુ થતું હતું અને તેવા સમય ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રીકોનો ઘસારો પણ ઓછો હતો ને એપ્રિલ મેં 2021 ની દાનભેટ ની અવાક રૂપિયા 78.80 લાખ ની થવા પામી હતી.

જયારે ચાલુ વર્ષે ઉનાળા વેકેશન દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડી છે ને એપ્રિલ મેં 2022 ની આવક ગત વર્ષ ની સરખામણીએ 8 ઘણી વધીને રૂપિયા 8.69 કરોડ ની થઈ હોવાનુ ચેતનભાઈ જોશી (હિસાબી અધિકારી,અંબાજી મંદિર દેવસ્થા ટ્રસ્ટ)અંબાજી એ જણાવ્યુ હતુ.

શ્રદ્ધાળુઓ લોકડાઉંનની પરિસ્થિતિ બાદ અનેક પર્યટક સ્થળો એ જતા હોય છે સાથે જે રીતે કોરોના મહામારી માં લોકો સપડાયા ત્યાર બાદ આસ્થા માં પણ અનેક ગણો વધારો થતા શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થાનો તરફ પણ વધુ વળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Kashi Dharma Parishad endorses Nupur Sharma: કાશી ધર્મ પરિષદનું નુપુર શર્માને સમર્થન, દુષ્કર્મની ધમકીઓ આપનારાઓ પર રાસુકા લગાવવાની માંગ

Gujarati banner 01