Draupadi Murmu on Gujarat Visit

Draupadi Murmu on Gujarat Visit: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે…

Draupadi Murmu on Gujarat Visit: બુધવારે સત્રના પ્રથમ દિવસે દ્રૌપદી મુર્મૂ E-Assemblyનું લોકાર્પણ કરશે

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ Draupadi Murmu on Gujarat Visit: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ ઘણા પ્રોજેક્ટ્સના ઉદઘાટન અને લોકાર્પણના કાર્યક્રમોમાં ભાગ લેશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને વિધાનસભામાં ભાષણ આપવા આમંત્રણ આપ્યું છે.

ખબર હોય કે, 13મી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થઇ રહ્યું છે. આ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ મુર્મુ E-Assemblyનું લોકાર્પણ કરશે અને સાથે જ વિધાનસભાને સંબોધિત પણ કરશે. આ સાથે રાષ્ટ્રપતિ રાજભવન ખાતે આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિને ગુજરાત આવવા માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો હતો. કાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાનું છે. આ સત્ર પેપરલેસ હશે. અગાઉ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘વન નેશન વન એપ્લિકેશન’ની ગુજરાત વિધાનસભાને પેપરલેસ બનાવવાની દિશામાં ગુજરાતે મક્કમ પગલું ભર્યું છે.

આ પણ વાંચો… Antiquities worth seized from Mundra port: DRIની મોટી કાર્યવાહી, મુંદ્રા પોર્ટ પરથી અધધ આટલા કરોડોની પ્રાચીન વસ્તુઓ જપ્ત કરાઈ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો