DJMIT Collage 4 edited

ડો.જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મોગરમાં આઈસેક તેમજ ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સેન્ટર ઓફ એક્સલેન્સ નું ઈ – લોચિંગ

DJMIT Collage
  • ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિરીંગ કૉલેજ દ્વારા કરવામાં આવેલી અભિનવ પહેલ
  • ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણમાં બદલાવ તથા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અંતર્ગત આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ , રોબોટિક્સ , મશીન લર્નીગ , અદ્યતન સોફ્ટવૅર ડેવલપમેન્ટ ટેકનોલોજી વિકસાવવાનો મુખ્ય ઉદેશ
  • બીઝનેસ ઇક્યુબેશન જેવા ઉભરતા નવીન ક્ષેત્રો વિશે વિશેષ જ્ઞાન, ટ્રેનિંગ તથા બેન્કો દ્વારા પ્રોજેક્ટ એપ્રેઝલ અને નાણાકીય સહાયનું માર્ગદર્શન આપવાનું આયોજન
  • આ પહેલ હેઠળ આત્મનિર્ભર ભારતની ધ્યેય સિદ્ધિ સહીત વિદ્યાર્થીઓને ઉત્તમ અને ઉજ્જવળ રોજગારી અને ઉદયોજકતા પુરી પાડવાનો તથા કારકિર્દીની ઝળહળતી તકો પ્રદાન કરવાનો છે.
DJMIT Collage 4 edited

આણંદ,૨૮ ઓગસ્ટ

DJMIT કૉલેજ , મોગર ખાતે આઈસેક ( આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટડીઝ ઈન એનર્જી એફિશિયન્સી એન્ડ કલાઇમેટ ચેન્જ ( AISEcc ) નું ઈ – લોચિંગ રાજય સરકારના કલાયમેટ ચેઇન્જ ડિપાર્ટમેન્ટના અગ્ર સચિવ શ્રી એસ. જે.હૈદર દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે IOT Centre of Excellence ( ICEM ) નું ઈ – લોચિંગ સાયન્સ & ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ ના સચિવ શ્રી હારિત શુકલાએ કર્યું હતું.

DJMIT Collage 2

આઈસેક,પર્યાવરણવિદ ડૉ. અજય દેશપાંડેના માર્ગદર્શન માં જ્યારે આઈસેમ જાણીતા ઉદ્યોજક બરોડા ઍનર્જી મીટર , વિઠ્ઠલ ઉદ્યોગ નગર આણંદના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ . વિઠ્ઠલ કામતના માર્ગદર્શનમાં કામ કરશે . ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિરીંગ કૉલેજ દ્વારા કરવામાં આવેલી આ આગવી અને મહત્વની પહેલ છે . આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કોલેજમાં શિક્ષણ સમયગાળામાં ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણમાં બદલાવ તથા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અંતર્ગત આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સ , રોબોટિક્સ , મશીન લર્નીગ , અદ્યતન સોફ્ટવૅર ડેવલપમેન્ટ ટેકનોલોજી , બીઝનેસ ઇક્યુબેશન જેવા ઉભરતા નવીન ક્ષેત્રો વિષે વિશેષ જ્ઞાન , ટ્રેનિંગ તથા બેન્કો દ્વારા પ્રોજેક્ટ એપ્રેઝલ અને નાણાકીય સહાયનું માર્ગદર્શન આપવા સાથે આત્મનિર્ભર ભારતની ધ્યેય સિદ્ધિ સહીત વિદ્યાર્થીઓને ઉત્તમ અને ઉજ્જવળ રોજગારી અને ઉદયોજકતા ( Entrepreneurship ) પુરી પાડવાનો તથા કારકિર્દીની ઝળહળતી તકો પ્રદાન કરવાનો છે .

DJMIT Collage 3

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ટેકનિકલ એક્સપર્ટસ તથા તમામ સ્ટાફ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી જોડાયા હતા . સંસ્થાના સંચાલક કે. એમ. સોલંકી , એકૅડેમિક ડિરેક્ટર ડો .એફ .એસ.ઉમરીગર તથા કૉલેજના પ્રિન્સિપાલ ડો .બી .આર.પારેખ દ્વારા AISECC તથા ICEM ના સફળ ઈ – લોન્ચિંગ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી છે .

Reporter Banner FINAL 1