Earthquake graph

Earthquake in gujarat: ગુજરાતના ભચાઉ નજીક અનુભવાયો ભૂકંપનો આંચકો, આટલી હતી તીવ્રતા…

Earthquake in gujarat: ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી

અમદાવાદ, 19 જાન્યુઆરી: Earthquake in gujarat: ગુજરાતમાં આજે સવારે ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિકટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ છે. સવારે 9.17 મિનિટ ભુકંપનો આંચકા આવ્યો હતો. ભચાઉથી 17 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

મળતી માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે. જો કે આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કચ્છમાં પણ ધરા ધ્રુજી હતી.

કચ્છના રાપર નજીક ભૂકંપ આંચકો અનુભવાયો હતો. રિકટેર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધાઇ હતી. વહેલી સવારે 3:31 વાગ્યે ભુકંપનો આંચકો નોંધાયો હતો. રાપરથી 21 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જો કે આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હોય. આ પહેલા પણ આવા આંચકા આવી ચૂક્યા છે. જો કે આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચો: Good start morning tips: દરરોજ સવારે ઉઠીને આ કામ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે, જાણો…

Gujarati banner 01