bdd0c283 d1b4 4d5a a0fd a7004e82234e

અનોખી શાળા: વાઘોડિયા તાલુકાની એક શાળા વિદ્યાર્થીઓને ખેતી અને વૃક્ષ ઉછેરની સાથે અદ્યતન લેબમાં કોમ્પ્યુટરની આપે છે તાલીમ (education)

  • વનકૂંવા ગામની વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલયે(education) અદ્યતન શહેરી શાળાઓને પાછળ રાખી રાજ્યની ત્રણ શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન મેળવ્યું અને રૂ. બે લાખનું પ્રોત્સાહક ઈનામ જીત્યું
  • દિવ્ય આત્મા સ્વરૂપ અનુબેન ઠક્કર સ્થાપિત અને સેવા મૂર્તિ ડો.વિક્રમ પટેલ સંવર્ધિત આ શાળા એક દાયકા કરતાં વધુ સમયથી સંસ્થાના કામો માટે મોટા પાયે સુર્યશક્તિ નો વિનિયોગ કરે છે

વડોદરા, 17 જૂનઃeducation: વડોદરા જિલ્લાની એક ગ્રામીણ શાળા કે જે વાઘોડિયા તાલુકામાં લગભગ પાવાગઢની તળેટી વિસ્તારમાં ૧૯૯૧ થી કાર્યરત છે, તે શાળા વિદ્યાર્થીઓ ને સંસ્થાના ખેતરોમાં ખેતી કાર્ય અને સંસ્થા પરિસરમાં વૃક્ષ ઉછેર ની તાલીમની સાથે અદ્યતન કોમ્યુટર લેબમાં કોમ્યુટરનું પ્રશિક્ષણ આપવાની સાથે ઉમદા શિક્ષણ(education) આપે છે.

Whatsapp Join Banner Guj


વનકૂંવા ગામની આ વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય પૂજ્ય દિવ્ય આત્મા સ્વરૂપ અનુબેન ઠક્કર સ્થાપિત અને મુનિ સેવાશ્રમ ટ્રસ્ટ,ગોરજના સેવા મૂર્તિ ડો.વિક્રમ પટેલ અને ટ્રસ્ટી મંડળ સંવર્ધિત છે જેણે અદ્યતન શહેરી શાળાઓને પાછળ રાખીને રાજ્યની શ્રેષ્ઠ શાળાઓમાં ત્રીજું સ્થાન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તરફથી રૂ.બે લાખનું પ્રોત્સાહક ઈનામ મેળવ્યું છે.

ગઇકાલે જ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા એ આ શાળાને સન્માનિત કરી હતી.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના આદર્શોને વરેલી આ શાળાએ સમાયોચિત આધુનિકીકરણ અપનાવ્યું છે. હાલમાં સોલાર એનર્જીનો વિનિયોગ વધ્યો છે પરંતુ આ શાળા લગભગ એક દાયકા પહેલાંના સમયથી વિદ્યાર્થીઓ(education) માટે રસોઈ બનાવવા,પાણી ગરમ કરવા સહિતના કાર્યો અને પ્રકાશ વ્યવસ્થા માટે સોલાર પેનલોનો ઉપયોગ કરી રહી છે.


વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા આ વિસ્તારમાં મોટે ભાગે આછી પાતળી ખેતી કરનારા,ઔધોગિક એકમોમાં નોકરી કરનારા કે ખેત મજૂરી કરનારા પરિવારોનો વસવાટ છે.તેમના બાળકોને સારૂ શિક્ષણ(education) આપવાના ઉમદા ધ્યેય સાથે લગભગ ૩૦ વર્ષ પહેલાં સદગત અનુબેન ઠક્કરે આ શાળાની સ્થાપના કરી એવી જાણકારી આપતાં આચાર્ય બળવંતસિંહ ઝાલાએ જણાવ્યું કે અમારી શાળામાં શિક્ષણ મેળવનારા લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ સારી નોકરીઓમાં લાગ્યા છે અથવા સ્વમાનભેર ધંધો,રોજગાર કે વ્યવસાય કરે છે.આ શાળાએ તેમને સમાજના ઓશિયાળા રહેવાને બદલે શિક્ષણ દ્વારા આત્મ નિર્ભર કર્યા એનો અમને આનંદ છે.


તેમણે જણાવ્યું કે, શ્રેષ્ઠ શાળા માટે ૧૦૦ માર્ક્સના વિવિધ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.આ માપદંડોમાં જિલ્લા કક્ષાએ જે શાળાઓ ૭૫ કરતાં વધુ ગુણ મેળવે તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.અમારી શાળા ધોરણ ૧૦ અને ૧૨ ના પરિણામોમાં ઉત્તરોત્તર ઊંચું પરિણામ મેળવે છે, એ બાબત પણ આ ઈનામ માટે ધ્યાનમાં લેવામાં આવી છે. અમારી શાળામાં મોટી લાયબ્રેરી પણ છે. અહીં ધો.૧૨ સુધીના શિક્ષણ(education)ની વ્યવસ્થા અને ૨૫૦ જેટલાં વિદ્યાર્થીઓ છે. પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ફરજિયાત સંસ્થાની હોસ્ટેલમાં રહી ને જ શિક્ષણ લેવાનું રહે છે.શિક્ષણ,નિવાસ અને ભોજન માટે ખૂબ જ રહતદરે નજીવો ચાર્જ લેવામાં આવે છે.સંસ્થા મોટેભાગે સહૃદયી દાતાઓ અને શુભેચ્છકોના સહયોગથી સમાજ ઉત્કર્ષ માટે આ શાળા ચલાવે છે.


અમારા પરિસરમાં ખૂબ મોટા પ્રમાણમાં આંબા,ચંદન,એલચી, રુદ્રાક્ષ સહિત અવનવા ફળાઉ અને ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે.આમ,અમે વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે જોડી પર્યાવરણ પ્રેમી પેઢીના ઘડતરનો પ્રયાસ કરીએ છે. સ્વર્ગસ્થ પૂજ્ય અનુબેન ઠક્કરે ગોરજમાં દેશની,ગ્રામ વિસ્તારની સર્વપ્રથમ અદ્યતન કેન્સર હોસ્પિટલ અને આરોગ્ય, શિક્ષણ(education), પ્રજ્ઞામંદ બહેન દીકરીઓ,વડીલોના કલ્યાણ માટેની સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ શરૂ કરી.આ શાળા પણ તેનો જ ભાગ છે અને શિક્ષણની સાથે સેવા સંસ્કારો અને આત્મ નિર્ભરતાનું સિંચન કરી રહી છે.

આ પણ વાંચો…

ગુજરાતના એકમાત્ર બોર્ડર Tourism કેન્દ્ર ભારત-પાકિસ્તાન સરહદ પરના ‘ઝીરો પોઇન્ટ’ ખાતે સીમાદર્શન અંતર્ગત પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે