arohi patel

Election: મતદાન કરવા પહોંચી અભિનેત્રી આરોહી પટેલ, તારક મહેતા ફેમ સુંદરે પણ લોકોને વોટ આપવાની કરી અપીલ

Election

અમદાવાદ, 21 ફેબ્રુઆરીઃ રાજ્યમાં આજે 6 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં મતદાન(Election) યોજાઈ રહ્યું છે. ઘણા નાગરિકો મતદાન આપવામાં આડસ કરતા હોય છે, પરંતુ આ વર્ષે આડસને કોરોનાનો ડર નામ આપી દીધું છે. હાલમાં ગુજરાતના યૂથને પ્રિય એટલે કે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી આરોહી પટેલે પોતાની માતા આરતી પટેલ સાથે મતદાન મથકે પહોંચીને પોતાના અધિકારનો લાભ લીધો હતો. તો બીજી તરફ સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સુંદર એટલે કે મયૂર વાકાણીએ પણ પત્ની સાથે મતદાન કર્યુ સાથે લોકોને વોટ કરવા અપીલ કરી.

aarohi

એક તરફ કોરોના ચાલી રહ્યો છે, તો લોકો વોટ કરવા જવાનું પણ ટાળી રહ્યા છે, આ વિષય પર વાત કરતા અભિનેત્રી આરોહી પટેલે જણાવ્યું કે,`લોકો પોતાના કામ માટે થઇને બહાર નીકળી જ રહ્યાં છે. તો વોટ આપવા તે દરેક નાગરિકની ફરજ છે, અને મતદાન મથક પર કોરોના ગાઇલાઇન્સનું પાલન કરવામાં આવે છે, પ્રોપર રીતે સેનેટાઇઝિંગ પણ થાય છે. તેથી કોરોનાનો ડર તો કોઇ કારણ ન હોય વોટ ન આપવાનું…એક નાગરિક તરીકે આપણી પાસે પાવર છે કે આપણે વોટ કરી શકીએ છીએ તો વોટ દરેકે કરવો જ જોઇએ. દેશને સારો બનાવવો હોય તો નાનકડો ભાગ છે વોટિંગ તે દરેકે ભજવવો જ જોઇએ.’

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ સુંદર એટલે કે મયુર વાકાણી પણ તેમની પત્ની હેમાલી વાકાણી અને પરિવાર સહિત મતદાન કર્યું. મયુરે કહ્યું કે, જે રીતે નાના બાળકને નજર ના લાગે તે માટે થઇને આપણે કાળુ ટીલુ કરીએ છીએ તે જ રીતે દેશ માટે થઇને આપણે આપણો એક મત આપવો જોઇએ.

Mayur vakani

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 6 કોર્પોરેશનની 575 બેઠક માટે મતદાન શરુ, 2,276 ઉમેદવારોનું ભાવિ સીલ થશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

પક્ષીઓ બાદ માણસોમાં જોવા મળ્યો બર્ડ ફ્લૂ(bird flu), આ દેશમાં નોંધાયો પહેલો કેસ