Elixir Foundation અને યંગ ગુજરાત દ્વારા ગઈકાલે સ્વ. નિલેષ વૈશ્યક પરિવારને અનોખી સહાય

વડોદરા, ૩૦ ઓગસ્ટ: Elixir Foundation: સરકારી અધિકારીઓ ક્રિષ્ના બહેન એમનાં પતિ અનિલ રાદડિયા સંસ્થા Elixir Foundation અને યંગ ગુજરાત દ્વારા ગઈકાલે કોરોના સંક્ર્મણમાં સ્વર્ગસ્થ થયેલ નિલેષનાં પરિવારને ગઈકાલે રૂપિયા 8 લાખની ઇન્સ્યોરન્સ પોલિસી લઇ એનાં પૂરાં પ્રીમિયમ પેમેન્ટ પેટે ₹ 5 લાખનો ચેક પરિવારને પહોંચાડ્યો. આ પોલિસીઓ પરિવારની બે બેબી 3 અને 1 વર્ષની બંને દીકરીઓ 18 વર્ષની થાય ત્યારે તેઓને 6.36 +7.57 કુલ ₹.13.93 લાખ LIC ચૂકવે એવી સરસ વ્યવસ્થા કરી આપી.

ગઈકાલે સાવિત્રી વૈશ્યકને ચેક અર્પણ કરવા ગયાં ત્યારે સમગ્ર વૈશ્યક પરિવાર, નિલેષનાં વિધવા બા,અંધ નાનાભાઈનું પરિવાર એ સૌમાં દીકરીઓનાં ભાવિ બાબતે હાશકારો અમને જોવા મળ્યો.

આ પણ વાંચો…Bahi Primary School: પાયાનું શિક્ષણ આપનાર બાહી પ્રાથમિક શાળાનું ઋણ ચૂકવતા અધિક કલેકટર ગોપાલ બામણિયા

આ ઉદાહરણીય સેવાકાર્યનો યશ સરકારી અધિકારીઓની આપણી ટીમ Young Gujarat ને પણ આપવો ઘટે જેમના દ્વારા નિલેષ ભાઈ અને સમાજનાં અન્ય યુવા અધિકારીઓનાં કોરોના થી અકાળે દેહાંત ના સમયે યંગ ગુજરાતે સમાજ માં ટહેલ નાખી અને આવાં પરિવારોને સારી એવી આર્થિક મદદ પહોંચાડી. ક્રિષ્ના બહેન એ પોતાનાં પરિવારમાં સ્વ નિલેષની દીકરીઓ માટે કાંઈક વિશેષ મદદ માટે ઈચ્છા વ્યક્ત કરી અને એમાં એમને સાથ સાંપડ્યો એમનાં પતિદેવ અનિલ રાદડિયા સાહેબનો.

Vadodara family help

આ મિશનનો યશ યંગ ગુજરાત ટીમના વાલી આદરણીય મૂળચંદ રાણા સાહેબ, ગોપાલ બામણીયા, રવિ મહેતા, ભરત સક્સેના તથા સ્વ. નિલેશભાઈ સાથે કાર્યરત સંસ્થા વિશ્વાસ ચેરીટેબલ સંસ્થા ના સદસ્ય ગિરીશ ચાવડા, દીપક પરમાર,મનીષ વ્યાસ તથા સમગ્ર ટીમને જાય છે.એક સરકારી અધિકારી તમામ મર્યાદાઓ વચ્ચે પણ કેવું ઉદાહરણીય સમાજકાર્ય કરી શકે છે, એ જોઈને ધન્ય થવાય છે. આ અનોખા સેવાકાર્યમાં Elixir Foundation માન.મધિશ પરીખ અને એમની ટીમનો સથવારો પણ ખુબ સરસ રહ્યો.એ સૌનો હ્રદયપૂર્વક આભાર..

Whatsapp Join Banner Guj