arvind joshi sharman joshi

મનોરંજન જગત શોકમાંઃ દિગ્ગજ ગુજરાતી અભિનેતા અને એક્ટર શર્મન જોશીના પિતા અરવિંદ જોશીનું નિધન થયું..!

arvind joshi sharman joshi

બોલિવુડ ડેસ્ક, 29 જાન્યુઆરીઃ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા તથા બોલિવુડ એક્ટર શર્મન જોશી અને માનસી જોશીના પિતા અરવિંદ જોશીનું નિધન થયું છે. આજે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

અરવિંદ જોશીના પરિવારમાં તેમના બાદ પત્ની અને બે બાળકો શરમન અને માનસી છે. તેમની દીકરી માનસીએ અભિનેતા રોહિત રોય સાથે લગ્ન કાર્ય છે. તેઓ અભિનેત્રી સરિતા જોશીના બનેવી અને અભિનેત્રી કેતકી દવેના કાકા હતા.જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે.

Whatsapp Join Banner Guj

અરવિંદ જોશી પ્રખર નાટ્યકાર પ્રવિણ જોશીના ભાઈ હતા. અરવિંદ જોશીના સંતાન શરમન જોશી અને માનસી જોશી એક સ્ટેજ આર્ટિસ્ટ છે. અરવિંદ જોશી પોતાની ફિલ્મી કારકિર્દી કરતા ગુજરાતી રંગમંચની પ્રતિભાને લઈને વધુ જાણીતા હતા.અરવિદ જોશીએ 1975માં આવેલ ફિલ્મ શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમજ 1969માં આવેલ ફિલ્મ ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતું.

જયારે, અરવિંદ જોશીના દીકરા શરમન જોશી બે દાયકાથી બોલીવુડની અનેક પ્રચલિત અને જાણીતી ફિલ્મો જેવી કે રંગ દે બસંતી, ફરારી કી સવારી અને તાજેતરમાં આવેલ મિશન મંગલમાં કામ કર્યું છે. શરમન જોશીએ જાણીતા ચરિત્ર અભિનેતા અને એક સમયના કુખ્યાત વિલન તરીકે જાણીતા થયેલા પ્રેમ ચોપરાની દીકરી પ્રેરણા ચોપરા સાથે લગ્ન કર્યા છે.

GEL ADVT Banner

ઉલ્લેખનીય છે કે, અરવિંદ જોશી ગુજરાતી રંગમંચ કરતા તેમની ફિલ્મોના કારણે વધુ જાણીતા બન્યાં હતા. તેઓએ શોલે, ઇત્તેફાક અને અપમાનકી આગ જેવી બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો…

રાજ્યમાં કોરોના વેક્સિન લેનારાની સંખ્યામાં વધારોઃ અમદાવાદ કોર્પોરેશને 5 હજારથી વધુ લોકોને રસી આપી..!