Ex AMC commissioner son bully

Ex-AMC commissioner son bully: પૂર્વ AMC કમિશનરના દીકરા આશિષ ત્રિપાઠીની દાદાગીરી; વાંચો શું છે સમગ્ર મામલો…

Ex-AMC commissioner son bully: ટેક્સ વસૂલવા માટે ગયેલી ટીમ પર પૂર્વ AMC કમિશનરના દીકરા આશિષે હુમલો કરી દીધો

અમદાવાદ, 25 ફેબ્રુઆરી: Ex-AMC commissioner son bully: અમદાવાદના નિવૃત્ત IASના પુત્રની દાદાગીરી સામે આવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલી ઘટનામાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કાર્યવાહી કરીને આરોપી યુવકની ધરપકડ પણ કરવામાં આવશે. બોડકદેવ પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવીને વધુ તપાસ શરુ કરી છે. આ કેસની તપાસ એસસી-એસટી સેલને પણ સોંપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ટેક્સ વસૂલવા માટે ગયેલી AMCની ટીમ પર આશિષે હુમલો કરી દીધો હતો, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેના આધારે તપાસ કરીને ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માલૂમ હોય કે આશિષના પિતા વર્ષ 2003 મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે.

વાંચો શું છે સમગ્ર મામલો…

તમને બતાવી દઈએ કે, શુક્રવારે રાજપથ ક્લબની પાછળ આવેલી મિલકત મુદ્દે AMCની ટીમ બાકી રહેલા ટેક્સની વસૂલાત માટે ગઈ હતી ત્યારે આવેશમાં આવેલા નિવૃત્ત IASના પુત્રએ છરી લઈને ટીમ પર હુમલો કર્યો હતો. આશિષે મહિલા કર્મચારી સામે અભદ્ર વર્તન પણ કર્યું હતું.

આશિષ સામે ફરિયાદ નોંધાયા બાદ તેની અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં એટ્રોસિટીની ફરિયાદ થઈ હોવાથી આરોપી સામેની ફરિયાદને તપાસ માટે એસસી-એસટી એક્ટને પણ મોકલાઈ છે.

આ પણ વાંચો: Peanut Butter French Toast: સવારના નાસ્તા માટે બનાવો પીનટ બટર ફ્રેન્ચ ટોસ્ટ, અહીં જાણો સરળ રેસિપી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો