school 1605808499 edited e1647265814271

Exam: ધો-9થી 12ની પ્રથમ પરિક્ષા અને ધો-9થી 11ની વાર્ષિક પરિક્ષાની તારીખો બોર્ડે કરી જાહેર

Exam

ગાંધીનગર, 25 ફેબ્રુઆરીઃ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી૧૨માં પ્રથમ પરીક્ષા અને ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે .જે મજુબ ધો.૯થી૧૨માં ૧૯મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા(Exam) શરૃ થશે અને ૭ જુનથી ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષા લેવાશે.આ વર્ષે આંતરિક ગુણ માત્ર પ્રથમ પરીક્ષાના પરિણામના આધારે જ ધ્યાને લેવાશે.

Whatsapp Join Banner Guj

કોરોનાને લીધે સ્કૂલો જાન્યુઆરી સુધી બંધ રહેતા સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષા(Exam) લઈ શકાઈ નથી. કોરોનાની સ્થિતિ સુધરતા સરકારે ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં ધો.ધો.૧૦-૧૨ની અને ત્યારબાદ ધો.૯ અને ૧૧ની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરી સાથે રેગ્યુલર શરૃ કરી દીધી છે.હવે સ્કૂલોમાં જ વિદ્યાર્થીઓની હાજરી સાથે પરીક્ષાઓ પણ લેવાશે અને કલાસરૃમમાં જ વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી પ્રથમ સત્ર પરીક્ષા લેવાશે.ચાલુ શૈક્ષણિક વર્ષમાં એકેડમિ કેલેન્ડર જાળવી શકાયુ નથી. ત્યારે હવે આ વર્ષે માત્ર પ્રથમ સત્ર પરીક્ષા જ થશે અને ત્યારબાદ સીધી વાર્ષિક પરીક્ષા લેવાશે.

Whatsapp Join Banner Guj

ગુજરાત બોર્ડ દ્વારા સરકારની મંજૂરીથી ધો.૯થી૧૨માં પ્રથમ સત્ર અને ૯-૧૧માં વાર્ષિક પરીક્ષા(Exam)ની તારીખો જાહેર કરી દેવાઈ છે. જે મુજબ ધો.૯થી૧૨માં ૧૯મી માર્ચથી પ્રથમ સત્ર પરીક્ષા લેવાશે અને જે ૨૭ માર્ચ સુધી ચાલશે. જ્યારે ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા મેમાં પૂર્ણ થયા બાદ ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષા૭ જુનથી વાર્ષિક પરીક્ષા લેવાશે ,જે ૧૫ જુન સુધી ચાલશે.

આ પણ વાંચો…

તબલીગી જમાત(tablighi jamaat)ના 51 મહેમાનોનો સ્વીકાર્યુ કોરોના પ્રસારનો અપરાધ, કોર્ટે ફટકારી સજા