NEET PG 2019 Exam Pattern Body Images

NEET PG: હવે, PG મેડિકલની NEET પરીક્ષા ફીમાં પણ 18% GST લાગુ,જાણો કેટેગરી મુજબ કેટલી ફી ચૂકવવી પડશે!

NEET PG

ગાંધીનગર, 25 ફેબ્રુઆરીઃ કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ સુપર સ્પેશ્યાલિટી કોર્સીસ-ડીએનબી (NEET PG)માં પ્રવેશ માટેની નીટની રજિસ્ટ્રેશન ફીમાં ૧૮ ટકા જીએસટી લાગુ કર્યા બાદ કોર્સ ફીમાં પણ ૧૮ ટકા જીએસટી લાગુ કર્યો છે. વિદ્યાર્થીઓ પાસેથી વસુલાતી ૧.૨૫ લાખ ફીમાં ૧૮ ટકા જીએસટી લેખે ૨૨,૫૦૦ રૃપિયા વસુલવામા આવ્યા છે અને જે સાથે વિદ્યાર્થીઓએ પાસેથી ૧,૪૭,૫૦૦ રૃપિયા ફી લેવાઈ છે. સુપર સ્પેશ્યાલિટી બાદ હવે પીજી મેડિકલ   માટે પણ જીએસટી લાગુ કરી દેવાયો છે. સુપર સ્પેશ્યાલિટી કોર્સ બાદ હવે પીજી મેડિકલ અભ્યાસક્રમ પણ વિદ્યાર્થીઓને વધુ મોંઘો પડશે.  પીજી મેડિકલમાં પ્રવેશ માટેની નીટ ની એક્ઝામ ફીમાં ૧૮ ટકા જીએસટી વિદ્યાર્થીઓ પાસેથી વસુલાશે.

Whatsapp Join Banner Guj

ઓપન કેટેગરી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ પાસેથી ૪૨૫૦ રૃપિયા એક્ઝામ ફી પર ૧૮ ટકા જીએસટી લેખે ૭૬૫ રૃપિયા વધુ વસુલાશે અને જે સાથે કુલ એક્ઝામ ફી ૫૦૧૫ રૃપિયા ચુકવવી પડશે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના અને પીડબલ્યુડી કેટેગરીના વિદ્યાર્થીઓએ ૩૨૫૦ રૃપિયા એક્ઝામ ફી પર ૧૮ ટકા  જીએસટી લેખે ૫૮૫ રૃપિયા વધુ ચુકવવાના રહેશે અને જે સાથે કુલ એક્ઝામ ફી ૩૮૫૦ રૃપિયા ચુકવવાની રહેશે.આમ વિદ્યાર્થીઓ પર ૧૮ ટકા જીએસટી લેખે ફીમાં વધુ આર્થિક બોજ પડશે.  નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા પીજી મેડિકલ નીટની નવી તારીખ અને પ્રક્રિયા પણ જાહેર કરી દેવાઈ છે. જે મુજબ ૧૮ એપ્રિલે દેશભરમાં પીજી -નીટ લેવાશે અને જે ઓનલાઈન રજિસ્ટ્રેશન ૨૩મી ફેબુ્ર.થી શરૃ કરી દેવાયુ છે જે ૧૫ માર્ચ સુધી ચાલશે.૩૧ મે સુધી પરિણામ જાહેર કરાશે.

આ પણ વાંચો…

Exam: ધો-9થી 12ની પ્રથમ પરિક્ષા અને ધો-9થી 11ની વાર્ષિક પરિક્ષાની તારીખો બોર્ડે કરી જાહેર